News of Wednesday, 19th February 2025
કાલથી ટંકારામાં ઋષિ બોધોત્સવઃ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી આવશે
મહર્ષિ દયાનંદ સરસ્વતીજી જન્મભુમી ટંકારામાં દરરોજ વિવિધ કાર્યક્રમોઃ હિમાંશુ જોષીની ભજન સંધ્યા

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા., ૧૯: મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની જન્મભૂમિ એવા ટંકારાના આંગણે ટંકારા ટ્રસ્ટ દ્વારા તારીખ ૨૦ ફેબ્રુઆરી થી ૨૬ ફેબ્રુઆરી સુધી ઋષિ બોધોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે તારીખ ૨૬ ફેબ્રુઆરીના રોજ રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહેશે.
ઋષિ બોધોત્સવ પ્રસંગે તારીખ ૨૦ થી ૨૫ ફેબ્રુઆરી સુધી સવારે ૮ થી ૧૦ અને સાંજે ૫ થી વાગ્યા સુધી ઋગ્વેદ પારાયણ યજ્ઞ થશે. તારીખ ૨૪ થી ૨૬ ફેબ્રુઆરી સુધી સવારે ૫ વાગ્યાથી યોગ અને સ્વાસ્થ્ય સત્ર યોજાશે. ૨૫ ફેબ્રુઆરીના રોજ બપોરે ૧ થી સાંજે ૪ વાગ્યા સુધી યુવા સંમેલન અને પારિતોષિક વિતરણ સમારોહ યોજાશે. રાત્રે ૮-૩૦ થી ૧૦ વાગ્યા સુધી વિશેષ ઉદબોધન યોજાશે. તારીખ ૨૬ ફેબ્રુઆરીના રોજ બપોરે ૧૨ વાગ્યે યજ્ઞની પૂર્ણાહૂતિ થશે. બપોરે ૧-૩૦ કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળશે
રાત્રી ભજન સંધ્યા કાર્યક્રમ માં ગુજરાતના નાંમકિત ગાયક હિમાંશુ જોષી પોતાના સાંજીદો સાથે હાજર રહશે તો ૨૫ તારીખના ઓપન મેરેથોન દોડ નું ભવ્ય આયોજન કર્યું છે તમામ ઋષિ ભક્તો અને ટંકારા તાલુકાના વાસીએ કાર્યક્રમ માં હાજરી આપવા જાહેર આમંત્રણ આપ્યું છે.
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
