News of Friday, 21st February 2025
જૂનાગઢ જિલ્લાના 4, 39,917 વીજ ગ્રાહકોને, સરકારે વીજ બીલમાં કુલ 16.68 કરોડની રાહત આપી
ધારાસભ્ય ભગવાનજી કરગટીયાએ ગૃહમાં પ્રશ્ન કરતા રાજ્યના ઉર્જા મંત્રીએ જવાબ આપ્યો

જૂનાગઢ જિલ્લાના 4, 39,917 વીજ ગ્રાહકોને, વીજ બીલમાં કુલ 16.68 કરોડની રાહત આપી હોવાનુ સરકારે માંગરોળના ધારાસભ્યે ગૃહમાં કરેલા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું.
ધારાસભ્ય ભગવાનજી કરગટીયાએ ગૃહમાં પ્રશ્ન કર્યો હતો કે, જૂનાગઢ જિલ્લાના વીજ ગ્રાહકો વીજ બીલમાં રાહત આપવામાં આવી છે કે નહીં, તેના જવાબમાં રાજ્યના ઉર્જા મંત્રીએ ગૃહમાં જણાવ્યું કે, જૂનાગઢ જિલ્લામાં વીજ ગ્રાહકોને વીજ બીલમાં રાહત આપવામાં આવી છે. ફ્યુઅલ ચાર્જમાં જાન્યુઆરી 2024 માં 50 પૈસા પ્રતિ યુનિટે તથા ઓકટોબર 2024 થી 40 પેસા પ્રતિ યુનિટે ઘટાડો કરવામાં આવ્યો છે.
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
