<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

જામનગર એચડીએફસી બેન્કના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નિરજભાઇ દત્તાણીનો આજેે જન્મદિવસ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૧  જામનગર એચડીએફસી બેન્કના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ

નિરજભાઇ દત્તાણીનો આજેે જન્મદિવસ છે. આ અગાઉ તેઓ જામનગરની એચડીએફસી  બેન્ક મેઇન બ્રાન્ચના મેનેજર તરીકે 13 વર્ષ સુધી રહી ચૂકયા છે તેમજ હાલમાં લોહાણા મહાપરિષદના સભ્ય છે તેમજ લોહાણા મહાપરિસદ સ્પોર્ટ કમિટી લોન 2 ના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. 

      તેઓનો જન્મ તા.21-2-1979ના રોજ થયો હતો. નિરજભાઇ દત્તાણી બેંકિંગ ક્ષેત્રની સાથે તેઓ સાંઈધામ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે તેમજ 2009માં જે.સી.આઈ., જામનગરના પ્રેસિડેન્ટ તરીક કાર્યરત રહી ચૂકયા છે. નિરજભાઇ મહાવીર સેવા ટ્રસ્ટના એડવાઈઝરી બોર્ડમાં પણ કાર્યરત છે. સતત કાર્યશીલ નિરજભાઈ દત્તાણી બેંકિંગ ક્ષેત્રે ઉપયોગી સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ સતત જાગૃતતા દાખવી કાર્યરત છે.  તેમના જન્મદિવસ નિમિત્તે  તેમના મોબાઈલ નંબર 98242 31624 ઉપર લોકો શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે.

(2:25 PM IST)