<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

કેશોદમાં રૂપિયાની લેતીદેતીના ડખ્‍ખામાં ઇલ્‍યાસને શાબીરે છરીના ઘા ઝીંક્‍યા

ઇલ્‍યાસના ભાઇએ રકમ આપી હોઇ તે પાછી માંગતા શાબીરે મારે નહિ તમારે મને રૂપિયા દેવાના છે કહી ડખ્‍ખો કર્યોઃ સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૨૧: કેશોદમાં પૈસાની લેતીદેતીના ડખ્‍ખામાં યુવાન પર છરીથી હુમલો કરવામાં આવતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

કેશોદમાં મોવાણા દરવાજે મઠીયા હનુમાનજી મંદિર સામે રહેતો અને ફાઉન્‍ટન મશીન રીપેરીંગનું કામ કરતો ઇલ્‍યાસ આરબભાઇ સુફીયા (ઉ.વ.૩૨) આંબાવાડી વિસ્‍તારમાં હતો ત્‍યારે તેના ભાઇ અમઝુલના મિત્ર એવા શાબીરે વાતચીત કરતી વખતે અચાનક જ છરી કાઢી આડેધડ ઘા ઝીંકી દેતાં હાથ, પગમાં ઇજાઓ થતાં કેશોદ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કેશોદ પોલીસને જાણ કરી હતી.

ઇલ્‍યાસના સગાએ કહ્યું હતું કે ઇલ્‍યાસના નાના ભાઇ અમઝુલનો શાબીર મિત્ર છે. તેણે શાબીરને અગાઉ પાંત્રીસ હજાર રૂપિયા આપ્‍યા હતાં. આ રકમની ઉઘરાણી કરતાં શાબીરે મારે તમને નથી આપવાના પણ મારા રૂપિયા નીકળે છે કહી બોલાચાલી કરી હતી. દરમિયાન આંબાવાડીમાં ઓચીંતો  શાબીર સામે મળી ગયો હતો અને ઝઘડો કરી છરીથી તૂટી  પડયો હતો.

(12:00 PM IST)