<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

હળવદ જીઆઇડીસી સામે શ્રમિકનો ગળાફાંસો ખાઇને આપઘાત

 

(દીપક જાની દ્વારા)હળવદ,તા.૨૧: મૂળ મધ્‍યપ્રદેશના અને હાલ હળવદ જીઆઇડીસીમાં મીઠાનું કામ કરતા સોનુભાઈ ભદાભાઈ આદિવાસી ઉંમર વર્ષ ૪૫ ગઈકાલે બપોર બાદ કોઈ અગમ્‍ય કારણોસર જીઆઇડીસી સામે આવેલ રેલવેના પાટા ઓળંગી બાજુમાં આવેલ વાડીના શેઢા પર લીમડાના વળક્ષ સાથે લટકી જઈ આપઘાત કરી લીધો છે. બીજી તરફ બનાવની જાણ હળવદ પોલીસને થતા પોલીસ જવાનો ઘટના સ્‍થળે પહોંચી મળતકની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્‍પિટલ ખાતે લઈ જવામાં આવી છે.

(12:11 PM IST)