<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

પ્રકૃતિનું જતન નહીં કરીએ તો ગ્‍લોબલ વોર્મીંગ જેવા અનેક પ્રશ્નો

પોરબંદરમાં રાજકોટની નવરંગ નેચર કલબ દ્વારા રાહતદરે ફુલ છોડ રોપા વિતરણ કાર્યક્રમમાં અતિથિ વિશેષ ડો.કેળવણીકાર ડો.ઇશ્વરભાઇ ભરડાનું પ્રેરણારૂપ સંબોધન : નિવૃત ફોરેસ્‍ટર વી.ડી.બાલાએ વિદ્યાર્થીઓ સાથે દેશી રમતો રમીને ગ્રામ્‍ય સંસ્‍કૃતિને જીવંત કરી

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૧ : પોરબંદરની ચમ ઇંગ્‍લીંશ મીડીયમ સ્‍કુલ ખાતે રાજકોટની નવરંગ નેચર કલબ દ્વારા રાહતદરે ફુલ છોડ વિતરણ કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે ઉપસ્‍થિત કેળવણીકાર  ડો.ઇશ્વરભાઇ ભરડાએ પર્યાવરણ રક્ષણ અંગે પ્રેરણાદાયી પ્રવચનમાં જણાવેલ કે પ્રકૃતિનું આજે જતન નહી કરીએ તો આવનારા વર્ષોમાં ગ્‍લોબરલ વોર્મીંગ જેવા પ્રશ્નો પડકારરૂપ બનશે.

રાજકોટની  પર્યાવરણ ના સરક્ષણ -સવર્ધન માં અગ્રીમ સેવા ભાવિ સંસ્‍થા  નવરંગ નેચર ક્‍લબ દ્વારા પોરબંદરની  ચમ ઈંગ્‍લીસ મીડીયમ સ્‍કૂલ ખાતે તાજેતરમાં રાહતદરે ફૂલ છોડ રોપાનું વિતરણ કાર્યક્રમ  યોજાયો હતો સાથેજ વન વિભાગના વન પંડિત  એવોર્ડ  મેળવનાર અને દેશના શ્રેષ્ઠ ૬૩ ગુજરાતીમાં જેનો સમાવેશ થયેલ છે તેવા સેવાને વરેલા નિવળત ફોરેસ્‍ટર ઓફિસર શ્રી વી. ડી. બાલાએ ચમ સ્‍કૂલના વિદ્યાર્થીઓને શેરી દેશી રમતો  રમાડી  આ તકે ગ્રામ્‍ય સંસ્‍કળતિની સ્‍મળતિ યાદ કરાવી હતી.   

 રાજકોટ શહેરમાં તેમજ  સૌરાષ્‍ટ્રમાં શાળામાં દેશી શેરી રમતો અને પર્યાવરણના જ તન અને સવર્ધન  માટે બે દાયકાઓથી કાર્યરત સેવાભાવિ સંસ્‍થા રાજકોટની શ્રી  નવરંગ નેચર ક્‍લબ દ્વારા  પોરબંદરની જાણીતી ઈંગ્‍લીસ મીડીયમ સ્‍કૂલ ખાતે ફૂલ છોડ રોપાનું  રાહત દરે વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

   કાર્યક્રમની શરુઆતમાં ચમ સ્‍કૂલના પ્રિન્‍સિપાલ શ્રી સુનયના ડોબરાએ  પરિયાવરણ વિદ નિવળત ફોરેસ્‍ટર શ્રી વી. ડી. બાલાની નિસ્‍વાર્થ પરિયાવરણની  પ્રવુતિ અને ગ્રામીણ સંસ્‍કળતિની બાળદેશી શેરી રમતોને પુનરજીવિત કરવા બદલ અભિનંદન આપીને ઉપસ્‍થિત મહાનુભાવોનું સ્‍વાગત કરી આવકાર આપ્‍યો હતો.

  રાજકોટની નવરંગ નેચર કલબમાં સતત કાર્યરત શ્રી નિવળત ફોરેસ્‍ટર શ્રી વી. ડી બાલાએ પોરબંદરની  પર્યાવરણની પ્રવળતિની  ભારોભાર પ્રશંસા કરીને  જળ, જમીન અને જંગલના રક્ષણ માટે પર્યાવરણ શિક્ષણને જરૂરી લેખવી  આપણી  ગ્રામ્‍ય સંસ્‍કળતિની વિરાસત સામી દેશી શેરી રમતોને  જીવંત રાખવા શાળાઓને અનુરોધ કર્યોં હતો.

રાજકોટની નેચર ક્‍લબ દ્વારા યોજાયેલા રાહત દરે  ફૂલ છોડ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્‍થિતિ રહેલા ટ્રસ્‍ટી શ્રી કમલ ભાઈ પાઉંના હસ્‍તે લોકોને ફૂલ છોડનું વિતરણ કરાયું હતું.   ત્‍યારબાદ ટ્રષ્ટિ શ્રી કમલભાઈ પાઉએ જણાવ્‍યું હતું કે    કુદરત પાસેથી ઘણું છીનવી લીધું  પણ હવે વળક્ષો વાવો, પર્યાવરણની જાળવણી માટે માત્ર વન વિભાગ જ કાર્ય કરે તે પૂરતું નથી આ કામ લોકો એ ઉપાડી લેવું જોઈએ, આ પ્રસંગે રાજકોટની નવરંગ ક્‍લબ દ્વારા   મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા પોરબંદરની ડો. વી. આર. ગોઢાણીયા બી. એડ કોલેજના ડાયરેક્‍ટર અને જાણીતા કેળવણીકાર ડો.ઈશ્વરભાઈ ભરડાએ  પરિયાવરણ ની નિસ્‍વાર્થ સેવાને બિરદાવતા જણાવ્‍યું હતું  ફૂલ છોડ અને રોપા વિતરણનો કાર્યક્રમના મૂળ ઉદેશ્‍ય લોકોમાં વન્‍ય પ્રાણી ઓ અને પ્રકળતિ નું જતન  અંગે જાગળતિ લાવવાનો છે જો આપણે પ્રકળતિની જતન નહિ કરીએ તો આવનારા વર્ષોમાં ગ્‍લોબલ ર્વોમિંગ જેવી અનેક સમસ્‍યાનો સામનો કરવો પડશે તેઓએ નવરંગ નેચર ક્‍લબની  સેવાકીય પ્રવુતિ ની સરાહના કરી અભિનંદન સાથે શુભેચ્‍છઓ પાઠવી હતી

 નિવળત ફોરેસ્‍ટર ઓફિસર શ્રી વી. ડી બાલાએ  આ વર્ષે પર્યાવરણની સાથે સાથે  સૌરાષ્‍ટ્રની ૪૦૦ ગામડાની શાળાઓમાં વિસરાતી  દેશી શેરી રમતો  રમાડવાનો સંકલ્‍પ જાહેર કર્યાે હતો  બાદ ચમ સ્‍કૂલના બાળકોને લગડી,  નિશાન  તાક, (ડબલા ડૂલ) સાઢીયા દોડ, ઊંચો કૂદકો, લાંબો કૂદકો ટાવર ફેરવણી, કૂદવાની, ખેંચવાની, કબડી, ખોખો, જેવી  રમતો રમાડી ને તેમની સાથી બાળક બની રમતો રમ્‍યા હતાં. આ રાજકોટની નવરંગ નેચર ક્‍લબ દ્વારા રાહત દરે ફૂલ છોડ  વિતરણમાં  મધ, ગુલાબના રોપા, વિવિધ જાતના ૩૨ૅકારના ફૂલ છોડી, ઇન્‍ડોર પાલન્‍ટ શાકભાજી બિયારણના પેકેટ, પ્‍લાસ્‍ટિકના કુંડા, અળસિયા  અને કોક પીટનું ખાતરનું વિતરણ કરવામાં આવેલ હતું. આ સંસ્‍થાનું નામ સાંભળીને લેવા માટે ઉમટયા હતાં આજે શહેરમાં ફળીયા રહ્યા નથી મકાનના ટેરેસ પરસુસોભન સાથે કુંડામાં ફૂલ છોડ  વાવવાનો ક્રેઝ ખૂબ વધ્‍યો છે આથી શહેર ના લોકો પર્યાવરણ પ્રત્‍યે ખૂબ જાગળત થયા છે જે આવનારા સમયની  માંગ છે.

આ પર્યાવરણના કાર્યક્રમમાં  ચમ સ્‍કૂલ ઈંગ્‍લીસ મીડીયમના  પ્રિન્‍સીપાલ  શ્રી સુનયના ડોબરા, ગુજરાતી મીડીયમ સ્‍કૂલ ના પ્રિન્‍સિપાલ શ્રી     આ પર્યાવરણના કાર્ય ક્રમમાં  ચમ સ્‍કૂલ ઈંગ્‍લીસ મીડીયમના  પ્રિન્‍સીપાલ ટ્રસ્‍ટી  કમલ ભાઈ પાઉં, હિતેન્‍દ્રભાઇ પાઉં , હિરેનભાઈ પાઉં, કેળવણી કાર ડો. ઈશ્વરભાઈ ભરડા,  સુનયના ડોબરા, ગુજરાતી મીડીયમ સ્‍કૂલ ના પ્રિન્‍સિપાલ  હિનાબેન મેઘનાથી ટ્રષ્ટિ  હિતેન્‍દ્રભાઇ પાઉં,  હિરેનભાઈ પાઉં, સમાજ શ્રેષ્ઠિ  કાંતિભાઈ કરગટિયા, નિવળત આચાર્ય શ્રી ભીખુ ભાઈ ચાવડા, ચમ સ્‍કૂલના છાંત્રો,  સ્‍ટાફ પરિવાર અને શહેરના પ્રબુદ્ધ નાગરિકો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતાં

(2:14 PM IST)