<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ દ્વારા કોળી સમાજના સમૂહ લગ્ન યોજાયા : 70 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયા

સમૂહ લગ્નની સાથે અદાજીત બે કરોડના ખર્ચે નિર્માણ થનાર પશુ હોસ્પિટલનું ભૂમિ પૂજન કરાયું

કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ દ્વારા કોળી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું .સમૂહ લગ્નમાં 70 યુગલો પ્રભુતામાં પગલાં પાડયા. રાતા તળાવ ખાતે કોળી સમાજના સમૂહ લગ્ન યોજાયા હતા. સમૂહ લગ્નની સાથે પશુ હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. અદાજીત બે કરોડના ખર્ચે નિર્માણ થનાર પશુ હોસ્પિટલનું ભૂમિ પૂજન કરાયું હતું

  . રાતા તળાવ ખાતે ઓધવરામ સત્સંગ મંડળ દ્વારા પ્રથમ વખત કોળી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. સમાજમાં સામાજિક સમરસતા વધે તેવા ઉદેશ સાથે સમુહલગ્નનું આયોજન કરાયું હતું. 

 સમૂહ લગ્નમાં સાંસદ રાજેશ ચુડાસમા, તેમજ કચ્છના સાંસદ વિનોદ ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા. રાતા તળાવ ખાતે આયોજિત કોળી સમાજના સમૂહ લગ્નમાં 70 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયા હતા.

(9:56 PM IST)