<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

માણાવદર ની ફોરેસ્‍ટ વિભાગની વીડીમાં સૂકા ઘાસના ગોડાઉનમાં લાગેલ આગઃ મોટી નુકસાની

 

માણાવદરઃ તા. ૨૨:  ની ફોરેસ્‍ટ વિભાગ ની વીડી માં સૂકા ઘાસ માં ગોડાઉન માં બપોરે  દોઢ વાગ્‍યે લાગેલ આગને કારણે સનસનાટી મચી ગઇ છે સરદાર ગઢ રોડ ઉપર આવેલા આ ગોડાઉન માં આગ લાગી તેમાં સૂકા ઘાસ ચારા સંગ્રહ કરવા માં આવે છે તેમાં અંદાજે ૨૫૦૦ મોટા ઘાસ ના ભાફલા છે તેમાં આગ કેમ લાગી તે આગને ફોરેસ્‍ટ વિભાગ ને પૂછતા કહે છે ખબર નહિ આગ કેમ લાગી તેમ ટેલીફોનીક  માણાવદર કેશોદ જૂનાગઢ ના ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબૂમાં લેવા કામગીરી હાથ ધરવામાં આવી હતી હાલ ઘાસ કાઢવા ની કામગીરી ચાલુ છે કેટલી નુકસાની થઈ તેની ખબર જવાબદારો ને પૂછતા ખબર નથી?તપાસ કરે પછી ખબર પડશે

આમ જનતા માં ચર્ચા છે કે આ બનાવ ની ઉચ કક્ષા એ તપાસ થવી જોઇએ આ ગોડાઉન એક બાજુ છે ૨૫૦૦ ગાંસડી ઘાસ ચારા સંગ્રહ હોય તો તેની સેફ્‌ટી સુ હતી? આગ કાબૂમાં લેવા સાધનો હતા કે નહિ? જોકે આજુબાજુ કોય રહેણાક નથી માત્ર વીડી વિસ્‍તારમાં છે જેથી કોય જાન હાની થાય તેમ નથી પરંતુ આગ કેમ લાગી તે તપાસ નો વિષય છે. 

(11:40 AM IST)