<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

સહકાર વિભાગના અધિકારી સંગીતાબેન રૈયાણી આઇ.એ.એસ. કેડરમાં પસંદ

રાજકોટ, મોરબી, જામનગરમાં રજીસ્‍ટ્રાર તરીકે યાદગાર કામગીરી

રાજકોટ તા. રર :.. ભારત સરકારે નોન સિવીલ કેડરના બે સિનીયર અધિકારીઓને આઇ. એ. એસ. કેડરમાં બઢતી આપી છે. જેમાં સહકાર વિભાગના સંગીતાબેન જી. રૈયાણી અને આંકડા વિભાગના રોહિત નાનુભાઇ ડોડીયાનો સમાવેશ થાય છે.

સંગીતાબેન રૈયાણી મૂળ રાજકોટના વતની છે. ભૂતકાળમાં રાજકોટ, મોરબી, જામનગર અને દ્વારકામાં જિલ્લા રજીસ્‍ટ્રાર (સહકાર) તરીકે ફરજ બજાવી ચૂકયા છ.ે અમદાવાદ શહેર અને જિલ્લા રજીસ્‍ટ્રાર તરીકે પણ તેમણે કામગીરી કરેલ. હાલ અમદાવાદમાં વિભાગીય સંયુકત રજીસ્‍ટ્રાર તરીકે ફરજ બજાવે છે.

આઇ. એ. એસ. કેડરમાં બઢતી મળતા ટૂંક સમયમાં નવી નિમણૂક થવા પાત્ર છે. સંગીતાબેન પર અભિનંદન વર્ષા (મો. ૯૭ર૭ર ૧૧૯૧૦) થઇ રહી છે.

(11:59 AM IST)