<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

સાવરકુંડલા પાલિકા હવે ‘‘અ'' વર્ગમાં: વિકાસ અને કલ્‍યાણનું બજેટઃ સાવરકુંડલાને લાભ

ગુજરાત સરકારના મુખ્‍યમંત્રી, નાણાં મંત્રીનો આભાર માનતા નગરપાલિકા પ્રમુખ મેહુલ ત્રિવેદી

(દિપક પાંધી. ઇકબાલ ગોરી  દ્વારા) સાવરકુંડલા તા.૨૨: દેશના યશસ્‍વી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી સાહેબના નેતળત્‍વમાં અને મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્‍યના નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ૨૦૨૫-૨૬ માટે ૩.૭૦ લાખ કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં સાવરકુંડલા નગરપાલિકાને ‘‘અ'' વર્ગની નગરપાલિકામાં સમાવવાર્માં આવ્‍યું છે, જે સાવરકુંડલાના વિકાસ માટે એક મહત્‍વપૂર્ણ પગલું છે.

ધારાસભ્‍ય મહેશભાઈ કસવાળાની રજૂઆતને સફળતા સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના જાગળત અને કર્મનિષ્ઠ ધારાસભ્‍ય શ્રી મહેશભાઈ કસવાળાની રજૂઆતને ધ્‍યાનમાં લઈને સાવરકુંડલા નગરપાલિકાને ‘‘અ'' વર્ગમાં સમાવવામાં આવ્‍યું.

તેમજ નમો શક્‍તિ એક્‍સપ્રેસ વેઃ સૌરાષ્‍ટ્ર અને ઉત્તર ગુજરાતને જોડતો માર્ગ ગુજરાત સરકાર દ્વારા રાજ્‍યમાં નવા એક્‍સપ્રેસ વે વિકસાવવામાં આવશે. જેમાં બનાસકાંઠાને સૌરાષ્‍ટ્રના દરિયાકાંઠા સાથે જોડતા ડીસાથી પીપાવાવ રસ્‍તાને નમો શક્‍તિ એક્‍સપ્રેસ વેઃ તરીકે વિકસાવવામાં આવર્શેં . આ એક્‍સપ્રસ વે ઉત્તર ગુજરાત અને સૌરાષ્‍ટ્રના વિકાસ માટે ખૂબ જ મહત્‍વ પૂર્ણ સાબિતથશે.

ડીસા-પીપાવાવ એક્‍સપ્રેસ વે એ ગુજરાત સરકારનું એક મહત્‍વપૂર્ણ પગલું છે. આ એક્‍સપ્રેસ વે રાજ્‍યના સૌથી લાંબા એક્‍સપ્રેસ વે પૈકીનો એક હશે, જે ડીસાને પીપાવાવ સાથે જોડશે. આનાથી માત્ર બે સ્‍થળો જોડાશે નહીં, પરંતુ ઉત્તર ગુજરાત અને સૌરાષ્‍ટ્ર પ્રદેશોની આર્થિક સંભાવનાઓને પણ વેગ મળશે. કળષિ, ઉદ્યોગ અને વાણિજ્‍યની ગતિવિધિઓને નવી ઊંચાઈઓ પર લઈ જવાર્માં આ એક્‍સપ્રેસ વે મદદરૂપ થશે.

આ માટે સાવરકુંડલાના   નગરપાલિકા પ્રમુખ  મેહુલભાઈ ત્રિવેદી તેમજ નગરપાલિકા ઉપપ્રમુખ  પ્રતિકભાઇ નાકરાણી તેમજ કારોબારી અશોકભાઈ ચૌહાણ અને નગરપાલિકા ચેરમેન તેમજ સદસ્‍યોશ્રી ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ તેમજનાણામંત્રી કનુભાઈ દેસાઈ તેમજ જાગળત ધારાસભ્‍ય મહેશભાઈ કસવાળાનો આભાર માને છે.

(1:31 PM IST)