<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

નરેન્દ્રભાઈ ત્રીજી માર્ચના રોજ સૌરાષ્ટ્રમાં સાસણ અને સોમનાથ આવી રહ્યા છે: પ્રોજેક્ટ લાયન@૨૦૪૭ની જાહેરાત થઈ શકે છે

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ત્રીજી માર્ચના રોજ સૌરાષ્ટ્રમાં સાસણ અને સોમનાથ આવી રહ્યા છે. નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફની બેઠક ત્યાં યોજાવાની શક્યતા છે અને તે દરમિયાન  પ્રોજેક્ટ Lion@2047ની જાહેરાત થઈ શકે છે.

તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેઓશ્રી ૭ અને ૮ માર્ચે પણ ગુજરાત આવી રહ્યા છે.

(5:25 PM IST)