<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠ્યો ગીર સોમનાથ જીલ્લો : તાલાલામાં ઉપરા-ઉપરી 3 ઝટકા

જોકે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો

રાજકોટ તા.૨૪ : ભૂકંપના આંચકાથી ગીર સોમનાથ જીલ્લો ધ્રુજી ઉઠ્યો છે તાલાલામાં ઉપરા-ઉપરી 3 ઝટકા અનુભવાયા હતા

ગીર સોમનાથમાં ભૂકંપના એક પછી એક 3 આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. અહેવાલ અનુસાર, આ આંચકા સોમવારે વહેલી સવારે આવ્યા છે. 2.1ની તીવ્રતા સાથે પહેલો આંચકો 7.13 મિનિટે આવ્યો હતો, 1.9 તીવ્રતા સાથે બીજો આંચકો 7.15 મિનિટે, જ્યારે ત્રીજો આંચકો 2.3ની તીવ્રતાનો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 12 કિલોમીટર દૂર ઈસ્ટ નોર્થ ઈસ્ટ નોંધાયું છે.

(2:24 PM IST)