News of Monday, 24th February 2025
ધોરાજીના મેઘાવડના પ્લાસ્ટીકના કારખાનેદાર ઘનશ્યામ રાંકનો મૃતદેહ મળ્યો

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા. ર૪ : જામકંડોરણા તાલુકાના મેઘાવડ ગામના ખેડૂત ઘુસાભાઇ રાંકના યુવાન પુત્ર જેને ધોરાજી ખાતે પ્લાસ્ટીકનું કારખાનું ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે અને શનિવારે અચાનક વેગડી ગામ પાસે આવેલા ભાદર-ર ડેમમાં મરણ જનાર યુવાનની લાશ હોવાની જાણ થતા ધોરાજી પોલીસ અને ધોરાજી ફાયર જેતપુર ફાયર અને ગોંડલના તરવૈયાની જહેમતથી રાત્રીના સમયએ મેઘાવડ ગામના યુવાન ઘનશ્યામભાઇ ઘુશાભાઇ રાંકનો મૃતદેહ મળી આવેલ અને જામકંડોરણા ખાતે પીએમ કરવામાં આવેલ મરણજનાર ઘનશ્યામભાઇના મોતથી ર બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી અને ૮ બહેનોનો એકનો એક ભાઇ હોવાથી મેઘાવડ ગામમાં ઘેરા શોકની લાગણીઓ ફેલાય હતી મરણ જનારના પિતા મેઘાવડ ગામે ખેતી કામ કરી પોતાનું ગુજરાત ચલાવે છે. આ બનાવ અંગે ધોરાજી પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
