News of Monday, 24th February 2025
પતિએ પુછ્યા વગર ઘરમાંથી રૂપિયા લઇ લેતાં શોભનાબેન ગુજરાતીએ ઝેર પી આપઘાત કર્યો
ભેંસાણના ભાટ ગામે બનાવઃ મહિલાએ રાજકોટમાં દમ તોડતાં પરિવારમાં અરેરાટીઃ પતિએ કહ્યું-મેં ત્રીસ હજાર આપ્યા હતાં તેમાંથી ઇકો ગાડીનો હપ્તો ભરવા છ હજારની રકમ લેતાં ચડભડ થઇ હતી

રાજકોટ તા. ૨૪: જુનાગઢના ભેંસાણ તાબેના ભાટ ગામે રહેતી શોભનાબેન મુકેશભાઇ ગુજરાતી (ઉ.વ.૩૯) નામની મહિલાએ તા. ૨ના રોજ ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન આજે સવારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
શોભનાબેને ગત બીજી ફેબ્રુઆરીના સવારે સાડા નવેક વાગ્યે ઘરે ઝેરી દવા પી લેતાં જુનાગઢ અને બાદમાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી સિવિલમાં દાખલ કરાયેલ. અહિ આજે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ ભેંસાણ પોલીસને જાણ કરી હતી.
આપઘાત કરનાર શોભનાબેનના પતિ મુકેશભાઇ ખેતી કરી ગુજરાન ચલાવે છે. સંતાનમાં બે પુત્ર છે જે મા વિહોણા થતાં અરેરાટી વ્યાપી ગઇ છે. પતિ મુકેશભાઇએ કહ્યુ઼ હતું કે મેં ઘરમાં ત્રીસ હજારની રોકડ આપી હતી. એ પછી મારે ઇકો ગાડીનો હપ્તો ભરવા પૈસાની જરૂર હોઇ પત્નિને પુછ્યા વગર આ રકમમાંથી છએક હજાર લઇ લીધા હતાં. આ બાબતે અમારા બંને વચ્ચે બોલાચાલી થયા બાદ તેણીને માઠુ લાગતાં આ પગલુ ભરી લીધુ હતું. ભેંસાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
