<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

સાંજે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં સોમનાથ મહોત્‍સવનું ભુપેન્‍દ્રભાઇના હસ્‍તે ઉદઘાટન

પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદસભ્‍ય રાજેશભાઈ ચુડાસમા, જિલ્લાના ધારાસભ્‍યો ભગવાનભાઈ બારડ, કાળુભાઈ રાઠોડ, ડો.પ્રદ્યુમન વાજા, વિમલભાઈ ચૂડાસમા, પ્રવાસન અને દેવસ્‍થાન વિભાગના સચિવ રાજેન્‍દ્રકુમાર, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્‍ટર એસ. છાકછૂઆક, ગીર સોમનાથ કલેક્‍ટર દિગ્‍વિજયસિંહ જાડેજા સહિતના ઉપસ્‍થિત રહેશે

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા.૨૪: મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં આજે સોમવારે સાંજે ‘સોમનાથ મહોત્‍સવ'નું ઉદ્ધાટન. મહાશિવરાત્રિ નિમિત્તે તા.૨૪ થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન કળા દ્વારા આરાધનાના અલૌકિક ઉત્‍સવની ઉજવણી થશે. પ્રથમ જ્‍યોર્તિલિંગ એવા શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં આજે મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલ સાંજે ૭  કલાકે ત્રિ-દિવસીય  સોમનાથ ફેસ્‍ટિવલનો શુભારંભ કરાવશે.

કલા દ્વારા આરાધનાના આ મહોત્‍સવના શુભારંભ પ્રસંગે પ્રવાસન મંત્રી  મૂળુભાઈ બેરા, સાંસદસભ્‍ય  રાજેશભાઈ ચુડાસમા, જિલ્લાના ધારાસભ્‍યો ભગવાનભાઈ બારડ, કાળુભાઈ રાઠોડ, ડો. પ્રદ્યુમન વાજા, વિમલભાઈ ચૂડાસમા સહિત જનપ્રતિનિધિશ્રીઓ, પ્રવાસન અને દેવસ્‍થાન વિભાગના સચિવ રાજેન્‍દ્રકુમાર, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્‍ટર  એસ. છાકછૂઆક, ગીર સોમનાથ કલેક્‍ટર  દિગ્‍વિજયસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્‍યમાં સૌ પ્રથમવાર યોજાનાર સોમનાથ મહોત્‍સવમાં પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ સન્‍માનિત ભારતીય કલાકારો દ્વારા નળત્‍ય-સંગીત મહોત્‍સવ મનાવવામાં આવશે. મહાશિવરાત્રિ નિમિત્તે તા.૨૪ થી ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન સોમનાથ ખાતે આયોજિત આ મહોત્‍સવમાં શ્રદ્ધાવાન ભક્‍તો માટે સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા વીણા વડે ભજન અને રાસથી ડાયરા સહિત વિવિધ અલૌકિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.

રાજ્‍યમાં આવેલું પવિત્ર સોમનાથ યાત્રાધામ ત્રણ પવિત્ર નદીઓ કપિલા, હિરણ અને સરસ્‍વતીના ત્રિવેણી સંગમ માટે પ્રાચીન કાળથી પ્રસિદ્ધ છે. આ મહોત્‍સવ દરમિયાન અહી દર સાંજે વિશેષ ‘સંગમ આરતી' યોજાશે, જેમાં ૧૦૮  દિવડા પ્રજ્‍વલિત કરી ભક્‍તિમય વાતાવરણનું સર્જન થશે. શ્રી સોમનાથ સંસ્‍કળત મહાવિદ્યાલય દ્વારા ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીના રોજ સવારના સમયે ‘‘સૌમનાથ મંદિર, તીર્થ અને પરંપરા'' પર શ્રી સોમનાથ સંસ્‍કળત મહાવધ્‍યાલય ખાતે વિશેષ સેમિનાર યોજાશે, જેમાં સોમનાથના ઐતિહાસિક અને ધાર્મિક મહત્‍વ પર ચર્ચા કરવામાં આવશે.

તા.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ મારુતિ બીચ ખાતે સવારે ૮.૦૦ કલાકે મહાશિવરાત્રીના પ્રસંગે શાષાોત વિધિવિધાન સાથે પાર્થિવેશ્વર મહાપૂજનનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.

શિવરાત્રીએ સોમનાથ મંદિર સતત ૪૨ કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા.૨૪: વિશ્વ પ્રસિધ્‍ધ-ભારતના બાર જયોર્તિલિંગમાં પ્રથમ સૌરાષ્‍ટ્ર સાગરતટે સોમનાથ-પ્રભાસપાટણ ખાતે દેવાધિદેવ શિવના મહાપર્વ મહાશિવરાત્રી તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

આયોજન મુજબ મહાશિવરાત્રીએ સવારે ૪ વાગ્‍યે દર્શનાર્થીઓને દર્શન માટે ખુલશે જે બીજે દિવસે એટલે કે તા.૨૬ના રોજ સવારે ખુલેલુ સતત બંધ થયા વગર તા.૨૭ના રાત્રીના ૧૦ સુધી દર્શનાર્થીઓ માટે સતત ૪૨ કલાક સુધી ખુલ્લુ રહેશે. સોમનાથ ટ્રસ્‍ટ મહાશિવરાત્રીએ પોતાના તરફથી પ્રથમ ધજાનું પૂજન કરી સોમનાતથ દાદાના શિખરે ધ્‍વજારોહણ કરશે.મહાશિવર્તીના દિવસે સોમનાથ પરિસરમાં ઢોલ-શરણાઈ અને વાજતે ગાજતે ધુન ભજન અને પવિત્ર વેદમંત્રોચાર સાથે શિવપાલખી યાત્રા મંદિરના પ્રદક્ષિણા પથ ઉપર ફરશે. હોમાત્‍મક લઘુરૂદ્ર યજ્ઞ, બીલ્‍વપુજા, પાધપુજા, સોમેશ્વર પૂજા, મહામળત્‍યુજય જાપ યજ્ઞશણગાર સંધ્‍યા દર્શન, ચાર પ્રહર પુજા,ચાર પ્રહર આરતી, પાર્થેશ્વર પુજા સહિતના વિવીધ કાર્યક્રમોને આવરી લેવાશે. સોમનાથ શિવરાત્રી પ્રહર પૂજા આરતી તા.૨૬ના રાત્રે ૮/૪૫ અને આરતી રાત્રે ૯/૩૦ તથા જયોત પૂજન, બીજા પ્રહર પુજા રાત્રે ૧૧ વાગ્‍યે અને આરતી રાત્રે ૧૨/૩૦ વાગ્‍યે, ત્રીજા પ્રહર પુજા રાત્રે ૨/૪૫ કલાકે અને આરતી રાત્રે ૩/૩૦ કલાકે. આમ જોઈએ તો તા.૨૬ અને ૨૭ ફેબ્રુ. એમ બે દિવસમાં પૂજા-આરતી રહેશે.

સોમનાથ મહોત્‍સવની ત્રિ-દિવસીય મહોત્‍સવની રૂપરેખા

પ્રથમ દિવસઃ ૨૪/૦૨/૨૦૨૫ સવારે ૧૦ વાગેઃ શ્રી સોમનાથ સંસ્‍કળત મહાવિદ્યાલયમાં સોમનાથઃ મંદિર, તીર્થ અને પરંપરા (સોૈમનાથઃ મંન્‍દિર, તીર્થ, પરંપરા ચ) પર સેમિનાર સાંજે ૭.૩૦ વાગેઃ મુખ્‍ય મંચ પર ઉદ્ધાટન સમારોહ, રાત્રે ૮ વાગેઃ ડો. સોનલ માનસિંહ (પદ્મ વિભૂષણ) દ્વારા ‘નાટયકથા હર હર મહાદેવ'ની પ્રસ્‍તુતિ, રાત્રે ૯ વાગેઃ કુ. સૂર્યાગાયત્રી દ્વારા શિવ ભજન, રાત્રે ૧૦ વાગેઃ વિદુષી રામા વૈદ્યનાથન દ્વારા ‘નિમગ્ન'ની પ્રસ્‍તુતિ, રાત્રે ૧૧ વાગેઃ ડ્રમ્‍સ શિવમણિ અને શ્રી પંડિત રોનુ મઝુમદાર (પદ્મશ્રી) (કીબોર્ડ પર શ્રી અતુલ રાણીંગા)ની જુગલબંધી.

દ્વિતીય દિવસઃ ૨૫/૦૨/૨૦૨૫ સવારે ૧૦ વાગેઃ શ્રી સોમનાથ સંસ્‍કળત મહાવિદ્યાલયમાં સોમનાથઃ મંદિર, તીર્થ અને પરંપરા (સોૈમનાથઃ મંન્‍દિર, તીર્થ, પરંપરા ચ) પર સેમિનાર, સાંજે ૭ વાગેઃ શ્રી રામચંદ્ર પુલાવર (પદ્મશ્રી) દ્વારા શેડો પપેટ્રી શો, રાત્રે ૮ વાગેઃ  વિદુષી સુધા રઘુરામન દ્વારા ગાયન સંગીતની પ્રસ્‍તુતિ, રાત્રે ૯ વાગેઃ શ્રી કુમુદિની લાખિયા (પદ્મ વિભૂષણ) અને કદંબ દ્વારા નળત્‍ય પ્રસ્‍તુતિ, રાત્રે ૧૦ વાગેઃ શ્રી અતુલ પુરોહિત દ્વારા ભજન ગાયન.

તળતીય દિવસઃ ૨૬/૦૨/૨૦૨૫ (મહાશિવરાત્રી) રાત્રે ૮ વાગેઃ બરોડા કેરલા સમાજમ દ્વારા સિંગરી મેલમ તથા નિલેશ પરમાર દ્વારા ગુજરાતી લોકનળત્‍યની પ્રસ્‍તુતિ, રાત્રે ૯ વાગેઃ શ્રી યોગેશ ગઢવી દ્વારા ડાયરાની પ્રસ્‍તુતિ, રાત્રે ૧૦ વાગેઃ શ્રીમતી રાજશ્રી વોરિયર અને ગ્રૂપ દ્વારા પ્રસ્‍તુતિ, રાત્રે ૧૧ વાગેઃ શ્રી મૈસુર મંજૂનાથ દ્વારા વાયોલિન પ્રસ્‍તુતિ, રાત્રે ૧૨ વાગેઃ સ્‍પર્શ સ્‍ટુડિયો ફોર પર્ર્ફોમિંગ આર્ટ્‍સ (શ્રીમતી સુમન સ્‍વરાગી) દ્વારા ૮ શાષાીય નળત્‍ય સ્‍વરૂપો દ્વારા શિવ મહિમાની પ્રસ્‍તુતિ, રાત્રે ૧ વાગેઃ પંડિત વિશ્વમોહન ભટ્ટ (પદ્મ ભૂષણ) તથા પંડિત સલિલ ભટ્ટ દ્વારા ‘ડેઝર્ટ સ્‍લાઇડ્‍સ'ની પ્રસ્‍તુતિ, સવારે ૨ વાગેઃ પંડિત શશાંક સુબ્રમણ્‍યમ દ્વારા વાંસળી વાદન, સવારે ૩ વાગેઃ માઇસ્‍ટ્રો બિક્રમ ઘોષ ‘‘રિધમસ્‍કેપ''.

કાર્યક્રમના સ્‍થળ ખાતે વાદ્યો - ધ્‍વનિની સફર (વાદ્યમ- નાદસ્‍ય યાત્રા) થીમ પર ત્રિ-દિવસીય પ્રદર્શન, મહોત્‍સવ દરમિયાન દરરોજ સાંજે ત્રિવેણી ઘાટ પર ૧૦૮ દિવાઓથી સંગમ આરતીનું આયોજન, મહાશિવરાત્રીના પવિત્ર દિવસે સવારે ૯:૦૦ વાગે મંદિર પરિસરમાં પાલખી યાત્રાનું ભવ્‍ય આયોજન, મહાશિવરાત્રીના પ્રસંગે શાષાોક્‍ત વિધિવિધાન સાથે પાર્થિવેશ્વર મહાપૂજન.

તારીખઃ ૨૬/૦૨/૨૦૨૫ સમયઃ સવારે ૮.૦૦ વાગે સ્‍થળઃ મારૂતિ બીચ, પ્રોમેનેડ વોક-વે, સોમનાથ મંદિરની પાસે

(12:14 PM IST)