<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

ગોંડલના પાટીદડ નજીક મગફળી ભરેલા ટ્રકમાં આગ લાગી;સ્થાનિકોએ આગ પર કાબૂ મેળવ્યો

નાના ઉમવાડા ખાતે ધારેશ્વર જીનીંગ મીલ ખરીદ કેન્દ્ર પરથી પાટીદડ ગોડાઉન તરફ જતા ઇલેક્ટ્રિક તાર ટ્રકના કોથળાને સ્પર્શી ગયો જેના કારણે ટ્રકમાં આગ લાગી

ગોંડલના પાટીદડ નજીક આજે સવારે મગફળી ભરેલા ટ્રકમાં આગનો બનાવ બન્યો હતો. ટ્રકમાં નાફેડની ખરીદી કરેલી મગફળી ભરવામાં આવી હતી. બનાવ અંગે ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. જોકે સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, આજે સવારે નાફેડની મગફળી ભરેલી ટ્રક ગોંડલના પાટીદડ પાસેથી પસાર થઇ રહ્યો હતો. નાના ઉમવાડા ખાતે આવેલા ધારેશ્વર જીનીંગ મીલ ખરીદ કેન્દ્ર પરથી પાટીદડ ગોડાઉન તરફ ટ્રક જઇ રહ્યો હતો. જે દરમિયાન સવારે 9 વાગ્યાના અરસામાં ઇલેક્ટ્રિક તાર ટ્રકના કોથળાને સ્પર્શી ગયો હતો. જેના કારણે ટ્રકમાં આગ લાગી હતી.

ટ્રકમાં આગ લાગી હોવાની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા. બનાવ અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. જે દરમિયાન સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની ટીમ પહોંચે એ પહેલા જ સ્થાનિકોએ આગ પર કાબૂ મેળવી લીધી હતો. આ બનાવમાં કોઇ જાનહાનિના અહેવાલ નથી.

(1:35 PM IST)