તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Monday, 24th February 2025
તળેટીમાં મિશ્રઋતુની અસર : મેળાના પ્રથમ દિવસે ૨૬૮ને શરદી અને ૪૪૮ને શરીરના દુખાવાની સારવાર આપતું આરોગ્ય તંત્ર
પીવાના પાણીની ગુણવત્તા ચકાસવા ૧૧૪ પોઇન્ટ પર ટેસ્ટિંગ કર્યું: પ્રથમ દિવસે બપોર બાદ મોટી સંખ્યામાં સ્થાનિક શહેરીજનોએ મેળાનો નિજાનંદ માણ્યો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૨૪ : મહાશિવરાત્રીના મેળામાં પ્રથમ દિવસે આરોગ્ય તંત્રના દસેક હેલ્થ પોઇન્ટ પર ૨૬૮ વ્યક્તિઓએ શરદીની સારવાર લીધી હતી. જ્યારે ૪૪૮ વ્યક્તિઓને શરીરના દુખાવાની દવા આરોગ્ય સ્ટાફ દ્વારા આપવામાં આવી હતી.
તળેટીમાં રાત્રે અને સવારે અને બપોરે મિશ્ર ઋતુની અસર છે. બપોરના અરસામાં વધારે પાણીની જરૂરિયાત રહે છે.તંત્ર દ્વારા પૂરતા પાણીની વ્યવસ્થા કરી પાણીની ગુણવત્તા પણ ચકાસવામાં આવે છે. ગઈકાલે ૧૧૪ જેટલા પાણીના સોર્સ પર ટેસ્ટીંગ પણ કર્યું હતું.
પ્રથમ દિવસે સ્થાનિક શહેરીજનોની મોટી ભીડ છતાં પોલીસ સહિત સંકલિત વિભાગોની સુંદર ટ્રાફિક સંકલન વ્યવસ્થાને કારણે લોકોએ શિવ આરાધના ભજનો, વહીવટી તંત્ર આયોજિત સાંસ્કળતિક કાર્યક્રમ અને વિવિધ વસ્તુઓની ખરીદી કરી મહાપ્રસાદ સાથે આનંદથી મેળો માણ્યો હતો. (તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
