<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

કાલે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મહાશિવરાત્રી પર્વની ભવ્‍યતાથી ઉજવણી

શિવ મંદિરોમાં પૂજન, અર્ચન, ધુન, મહાપ્રસાદ, ભાંગ વિતરણ સહિતના કાર્યક્રમોમાં ભાવિકો જોડાશે

રાજકોટ તા. રપ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કાલે મહાશિવરાત્રી નિમિતે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ગામે-ગામ શિવ મંદિરોમાં ભાવિકો દ્વારા શિવજી ભગવાનનું વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવશે. અને હર...હર... મહાદેવના નાદ ગુંજી ઉઠશે.

શિવ મંદિરોમાં ધુન, ભજન, કિર્તન સહિતના કાર્યક્રમો યોજાશે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :. ભાવનગરના અતિ પૌરાણિક એવા કાશી વિશ્વનાથ મંદિર, રૂખડા મહાદેવ ખાતે ગાદીપતી મહંતશ્રી અર્જુનનાથજી બાપુ તથા ગુરૂ બ્રહ્મલીન સંતશ્રી રાજયોગી શ્રી દરીયાનાથજી બાપુનાં આશિર્વાદથી સ્‍વ. રમેશચંદ્ર જીવરાજભાઈ હરીયાણી (ઠકકર) નાં સ્‍મરણાર્થે તા. ૨૬ -૨ ને બુધવાર સાંજે ૮ થી ૧૧ શિવ દરબાર તથા તા. ૨૭-૨ ને ગુરૂવાર સાંજે ૮ થી ૧૧ સંગીતમય સુંદરકાંડ પાઠ  સુંદરકાંડનાં પરમ સાધક  ગોપાલભાઈ રાવલ નાં સુમધુર કંઠે રાખેલ છે.કાશી વિશ્વનાથ મંદિર, રૂખડા મહાદેવ ,મનુભાઈ ગાંઠીયાવાળાની પાછળ, ડી.એસ.પી. ઓફીસની બાજુમાં, ભાવનગર ખાતે યોજનારા કાર્યક્રમમાં ધર્મ પ્રેમી જનતાને પધારવા આમંત્રણ પાઠવાયું છે. (પ-૯)

(10:30 AM IST)