<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

સોમનાથ સંસ્‍ક્રુત મહાવિદ્યાલયમાં ‘મંદિર, તીર્થ અને પરંપરા' વિષય પર સેમિનાર યોજાયો

શિવ મંદિરોમાં સ્‍થાપત્‍ય, વાસ્‍તુકલા તેમજ પ્રભાસ ક્ષેત્રની સાંસ્‍ક્રુતિક ધરોહર પર સાંસ્‍ક્રુતિક મનોમંથન

તજજ્ઞો દ્વારા શિવ સ્‍થાપત્‍ય, શિવત્‍વ તેમજ શિવ મંદિરની વાસ્‍તુકલા અને શિવ સાહિત્‍ય પર મનોમંથન કરીને શૈક્ષણિક સત્રના માધ્‍યમથી વિદ્યાર્થીઓને સોમનાથ મંદિર અને તેના મહત્‍વ વિશેની જાણકારી આપવામાં આવી

ગીર સોમનાથ તા.૨પઃ પ્રથમ જ્‍યોર્તિલિંગ સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં ત્રિ-દિવસિય સોમનાથ મહોત્‍સવ અંતર્ગત શ્રી સોમનાથ સંસ્‍કળત મહાવિદ્યાલય ખાતે ગુજરાત પ્રવાસન વિભાગ, ઇન્‍દિરા ગાંધી રાષ્‍ટ્રીય સેન્‍ટર ઓફ આર્ટ્‍સ, વડોદરા અને સોમનાથ સંસ્‍કળત યુનિવર્સિટી, વેરાવળના સંયુક્‍ત ઉપક્રમે ‘મંદિર, તીર્થ અને પરંપરા' વિષય પર સેમિનાર યોજાયો હતો.

આ સેમિનારમાં તજજ્ઞો દ્વારા શિવ સ્‍થાપત્‍ય, શિવત્‍વ તેમજ શિવ મંદિરની વાસ્‍તુકલા અને શિવ સાહિત્‍ય પર મનોમંથન કરી અને શૈક્ષણિક સત્રના માધ્‍યમથી વિદ્યાર્થીઓને સોમનાથ મંદિર અને તેના મહત્‍વ વિશેની જાણકારી આપવામાં આવી હતી.

ઈન્‍દિરા રાષ્‍ટ્રીય કલાકેન્‍દ્રના ડીન  પ્રતાપાનંદ ઝાએ જણાવ્‍યું હતું કે, ‘સોમનાથ મંદિર, તીર્થ અને પરંપરા' વિષય નો ઉદ્દેશ વિભિન્ન પરિમાણિય દ્વારા શૈવ ધર્મની સમળદ્ધ પરંપરાઓનું અન્‍વેષણ કરવાનો છે. તીર્થનો મતલબ છે પૂણ્‍યસ્‍થાન. જે સ્‍થાનમાં પવિત્રતાનો સંચાર થાય અને જેના સંપર્કમાં આવવાથી પાપ નષ્ટ થાય અને પુણ્‍યનો ઉદય થાય છે.

સંસ્‍કળત યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ શ્રી લલિતભાઈ પટેલે આ ભૂમિ હરિ અને હરની ભૂમિ છે. અહીં શિવત્‍વ અને દૈવત્‍વ સમાયેલું છે. શિવમંદિરની સ્‍થાપત્‍ય કલામાં સંસ્‍કળતિ, પરંપરા અને કલાઓનું મૂર્તિરૂપ સમાયેલું છે.

સંસ્‍કળત યુનિવર્સિટીના તજજ્ઞ શ્રી રવિન્‍દ્ર પાંડેએ જણાવ્‍યું હતું કે, આ પરિષદ અંતર્ગત શૈવવાદમાં સંગીત અને પ્રદર્શનની ભૂમિકાને પણ સમજવી જરૂરી છે. આપણી સંસ્‍કળતિમાં વેદ, ઉપવેદ, ધર્મગ્રંથો, કાલિદાસના મહાકાવ્‍યો વગેરેમાં શિવનું વર્ણન છે.

પૂર્વ નગરપાલિકા પ્રમુખ  પિયુષભાઈ ફોફંડીએ પ્રભાસ ક્ષેત્રનું મહત્‍વ સમજાવી અને અહીં ઉત્‍ખનન પામેલા સૂર્યમંદિરોના ઈતિહાસનો ઉલ્લેખ કરી જણાવ્‍યું હતું કે, સોમનાથ મંદિરના ઈતિહાસ અને પુનઃ નિર્માણ પર વિશેષ ધ્‍યાન આપવામાં આવ્‍યું છે. અહીં અભ્‍યાસનું મુખ્‍ય ક્ષેત્ર શિવની પ્રતિમા અને શૈવ મંદિરોની સ્‍થાપત્‍ય શૈલી છે.

આ સેમિનારમાં વડોદરા રિજનલ સેન્‍ટરના  અરૂપા લહેરી સહિતના તજજ્ઞો અને સંસ્‍કળત યુનિવર્સિટીના પ્રોફેસર્સ, અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં.(૬.ર)

(10:34 AM IST)