News of Tuesday, 25th February 2025
વિંછીયાના ગોરૈયા ગામે દીકરીના સંબંધ બાબતે હત્યાના પ્રયાસના ગુનામાં ત્રણ આરોપીઓને સાત-સાત વર્ષની સજા
ફરીયાદી અને ઇજા પામનાર સાહેદો ફરીયાદ પક્ષના કેસને સમર્થન આપે છે : પરાગ શાહ

રાજકોટ, તા. રપ : અત્રેની એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સશન્સ કોર્ટ સને. ૨૦૧૮ ની સાલમા ગોરૈયા ગામે દીકરીના સબધ બાબતે જાનથી મારી નાખવાના ગુનામા ત્રણ આરોપી ઓને સાત-સાત વર્ષની સખત કેદ ની સજા તથા દરેકને રૂા. ૫૦,૦૦૦/- નો દડ ફરમાવેલ છે.
બનાવની હકકીત એવી છે કે, તા.૦૬/૦૨/૨૦૧૮ ના રોજ આ કામના ફરીયાદી અલ્પેશભાઈ ધીરુભાઈ ભરાડીયા રહે. ગોરૈયા, તા.વીછીયા, જી.રાજકોટ ના ઓએ સરકારી હોસ્પીટલ રાજકોટ મકામે વિછીયા પોસ્ટેના એ.એસ.આઈ. રૂબરુ ફરીયાદ લખાવેલી કે, તા.૦૫/૦૨/૨૦૨૧ ના રોજ રાત્રીના તેઓના મોટા બાપા કરમશીભાઈ વિઠ્ઠલભાઈ તેમની શેરીમા રહેતા આ કામના આરોપી અભુભાઈ ગોરધનભાઈ ના ધરે ઠપકો આપવા ગયેલા અને કહેલુ કે ૅ છાસીયાથી મારા નાનાભાઈ હકુભાઈ ની દીકરી રેખાને સબધ બાબતે જોવા આવેલ હતા અને તારા દીકરા પરેશે તેની પાછળ વીછીયા જઈ કહેલુ કે રેખાને હુ પ્રેમ કરુ છુ તમે આવતા નહી. ૅ જેથી આરોપી ઓ ભેગા થઇ ગયેલા અને આ વખતે હરજી વાલજી સાસુકીયા રહે. ગોરૈયા,તા.વિછીયા, જી.રાજકોટ ના હાથ મા ધારીયુ, મમકુભાઈ ગોરધનભાઈ રહે. ગોરૈયા, તા.વિછીયા, જી.રાજકોટ ના હાથ મા લાકડી તથા અભુભાઈ ગોરધનભાઈ રહે. ગોરૈયા, તા.વીછીયા, જી.રાજકોટ ના હાથમાં લાકડી હતી અને તેઓ દેકારો કરવા લાગતા આ કામના ફરીયાદી અલ્પેશભાઈ, તેનો નાનોભાઈ અશિશ્વન, અશોકભાઈ, ઈજા પામનાર વનરાજભાઈ દોડી ગયેલા જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલા જેમા આરોપી હરીજીભાઈ એ વનારજભાઈ ને માથામા ધારીયાનો ઘા મારતા પડી ગયેલ અને ફરીયાદીને પણ ધારીયાનો ઘા મારેલો જેથી તેઓ ને લોહી નીકળવા લાગેલું અને સામ-સામી મારા-મારી થયેલ હતી.
આ ઈજા ઓને લીધે ફરીયાદી તથા વનરાજભાઈ ને, કરમશીભાઈ, બાપુજી તેમજ ઘરના અન્ય સભ્યો ૧૦૮ મા વિછીયા સરકારી હોસ્પીટલે સારવાર માટે લઈ ગયેલા અને ત્યાથી તેઓ ને રીફર કરતા રાજકોટ સીવીલ હોસ્પીટલ મા લઈ આવેલા અને ત્યારે તઓ સપુર્ણ ભાનમા હતા અને માથા મા સાત થી આઠ ટાકા આવેલ હતા અને વનરાજભાઈ ની ખોપરી ફાટી ગયેલ હોય અને તેઓ બેભાન હતા આ કામના ફરીયાદી અલ્પેશભાઈ એ વિછીયા પો.સ્ટેના એ.એસ.આઈ. રૂબરૂ આ કામના આરોપી ઓ વિરૂધ્ધ આઈ.પી.સી.કલમ ૩૦૭,૫૦૪,૫૦૬(૨), ૧૧૪, તથા જી.પી.એકટ ની કલમ ૩૭(૧) ૧૩૫ મુજબ ફરીયાદ નોધાવેલી હતી સદરહુ ગુના ના કામે યોગ્ય તપાસ કરી આરોપીઓ સામે નામ. કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરેલ હતુ અને ત્યારબાદ સદરહુ કેસ નામ.સેશન્સ કોર્ટ મા કમીટ થયેલ હતુ.
સદરહુ કેસમા સરકાર તરફે સરકારી વકીલશ્રી પરાગ એન. શાહ હાજર રહેલા અને તેઓ એ ૨૨ દસ્તાવેજી પુરાવાઓ રજુ રાખેલા અને ૧૮ સાક્ષીઓને તપાસેલા હતા સદરહુ કેસમા ફરીયાદ પક્ષનો પુરાવો પુરો થતા કલોઝીંગ આપવામા આવેલી. સદરહુ કેસ ફાઈનલ આર્ગ્યુમેન્ટ ઉપર આવતા સરકારી વકીલશ્રી એ દલીલો કરેલી કે, સદરહુ કેસમા ફરીયાદી અલ્પેશભાઈ તથા વનરાજભાઈ બન્ને ઈજા પામનાર તથા આઈ વિટનેસ છે. તેઓ એ ફરીયાદ પક્ષના કેસને સપુર્ણ સમર્થન આપેલુ છે. વધુમાં મેડીકલ ઓફિસરશ્રી એ પણ જુબાનીમાં જણાવેલ છે કે સદરહું ઇજાઓ લાકડીથી તથા ધારીયાથી થઇ શકે તેવી હતી.
જેથી આરોપી ઓ સામે ફરીયાદ પક્ષ કેસ સપુર્ણ પણે સાબિત કરેલ છે. ફધર સ્ટેટમેન્ટ મા મૌન રહેવાથી કે જનરલ ડીનાયલ લેવાથી આરોપીઓ વિરૂધ્ધનો કેસ વધુ મજબુત થાય છે જેથી આરોપીઓનુ ફર્ધર સ્ટેટમેન્ટ ન માનવાને પણ કોઈ કારણ નથી.
સરકારી વકીલશ્રી ઓ ની દલીલો, મેડીકલ પેપર્સ, ગુનાની ગંભીરતા, આરોપી ઓ ની વર્તણુક, સાઈન્ટીફીક પુરાવાઓ, તથા નામ.વડી અદાલતો ના ચુકાદાઓ ઘ્યાને લઈ નામ. એડી.ડીસ્ટ્રીકટ અન્ડ સેશન્સ કોર્ટ રાજકોટએ ત્રણ આરોપીઓને સાત-સાત વર્ષની સખત કેદ ની સજા તથા દરેકને રૂા. ૫૦,૦૦૦/-નો દડ ફરમાવેલ છે તથા એક આરોપી ને શકાનો લાભ આપેલ છે તથા ફરીયાદીને રૂા.૫૦,૦૦૦/- તથા ઈજા પામનાર વનરાજભાઈ ને રૂા. ૧,૦૦,૦૦૦/- વળતર ચુકવવા પણ હુકમ કરેલ છે.
આ કામે સરકાર તરફે સરકારી વકીલશ્રી પરાગ એન. શાહ તથા અતુલ એચ.જોષી રોકાયેલ હતા.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
