News of Tuesday, 25th February 2025
જુનાગઢ ભારતી આશ્રમે 4.50 કરોડના ખર્ચે બનનાર અતિથિ ભવનનું ખાતમુહૂર્ત

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૫ : મહાશિવરાત્રીનો મેળો ચાલતો હોય ત્યારે મેળા ના ત્રીજા દિવસે ભવનાથ તળેટીમાં આવેલ ભારતીય આશ્રમ ખાતે આશ્રમના મહંત હરિહરાનંદ ભારતી બાપુ દ્વારા આશ્રમમાં વધારતા ભાવિ ભક્તો માટે વધુ સુવિધા મળે તેને લઈ 50 બ્લોકનું રૂપિયા 4: 50 કરોડના ખર્ચે અતિથિ ભવન બનાવવામાં આવનાર છે.
જેનું સાધુ-સંતોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. ભારતીય આશ્રમ ખાતે આવતા ભાવીભક્તોને શ્રદ્ધાઓને રહેવાની તેમજ ભોજનની સુવિધા મળી રહે તેને લઈને ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ બાપુ તેમજ લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ દ્વારા આવતા ભાવિકોની સુવિધામાં વધારો કરવા અતિથિ ભવન બનાવવાનું નક્કી કર્યું હોય આજના કાર્યક્રમમાં. ભવનાથ મંદિરના મહંત હરિગીરીબાપુ ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુ મુક્તાનંદ બાપુ સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
