<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

દ્વારકાના ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ: દરિયા વિસ્તારમાં સર્ચ હાથ ધરાયુ

સ્થાનિક તરવૈયા તેમજ સ્કુબા ડાઈવર્સ દ્વારા દરિયામાં શિવલિંગની શોધખોળ હાથ ધરાઇ.

દ્વારકાના ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ થઈ જવાના મુદ્દે ભક્તગણમાં ભારે રોષ ફેલાયો છે.  

  પોલીસે આ મુદ્દે ગંભીરતાથી તપાસ હાથ ધરી છે. શિવલિંગ કાઢીને દરિયા સુધી લઈ ગયા હોવાના પુરાવા મળતા દરિયા વિસ્તારમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું છે.  

દરિયા કિનારે શિવલિંગના કેટલાક અવશેષો મળી આવતા ડોગસ્કવોડની મદદથી દરિયાઈ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. સ્થાનિક તરવૈયા તેમજ સ્કુબા ડાઈવર્સ દ્વારા દરિયામાં શિવલિંગની શોધખોળ હાથ ધરાઇ.

 


 

(6:55 PM IST)