તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Tuesday, 25th February 2025
જૂનાગઢમાં અધિક મદદનીશ ઈજનેર (SO) મિલન ભરખડા 18 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો
ખેતીની જમીનમાં બાંધકામ કરવા માટે રોડથી બાધકામ-નિયંત્રણ રેખા અંગેની માહીતીના પત્રની ખરાઈ કરી, અભિપ્રાય આપવા માટે લાંચ માંગી હતી

જૂનાગઢ માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ)માં અધિક મદદનીશ ઈજનેર (SO) મિલન ગીરીશભાઈ ભરખડાએ ફરીયાદીના અસીલની ખેતીની જમીનમાં બાંધકામ કરવા માટે રોડથી બાધકામ-નિયંત્રણ રેખા અંગેની માહીતીના પત્રની ખરાઈ કરી, અભિપ્રાય આપવા માટે ફરીયાદી પાસે રૂ.20,000/-ની લાંચની માંગણી કરી હતી.
રકઝકના અંતે બે હજાર ઓછા આપવાનું કહીને રૂ. 18,000/- ની લાંચની માંગણી કરી હતી, જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય, ફરિયાદીએ જુનાગઢ એ.સી.બી.ને ફરીયાદ કરતા ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચિયો અધિકારી અધિક મદદનીશ ઈજનેર (SO) મિલન ગીરીશભાઈ ભરખડા લાંચના નાણાં રૂ.18,000/- સ્વીકારતા ઝડપાઇ ગયો હતો.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
