News of Tuesday, 25th February 2025
ભાવનગરના શિવકુંજ આશ્રમ ખાતે શિવરાત્રી મહોત્સવ ઉજવાશે
બહેનો માટે પરમ પુજ્ય શંકરાચાર્ય મહારાજ દ્વારા પ્રતિષ્ઠિત નર્મદેશ્વર મહાદેવના અભિષેક - પૂજાની વ્યવસ્થા

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: મહાશિવરાત્રી મહોત્સવમાં બહેનો માટે પરમ પુજ્ય શંકરાચાર્ય મહારાજ દ્વારા પ્રતિષ્ઠિત નર્મદેશ્વર મહાદેવના અભિષેક - પૂજાની વ્યવસ્થા રાખવામાં આવી છે .
શિવકુંજધામે મહાશિવરાત્રી મહોત્સવમમાં પરમ પૂજ્ય સંતશ્રી સીતારામ બાપુના સાનિધ્યમાં અને એમની પ્રેરણાથી શિવકુંજ આશ્રમે પૂ. શંકરાચાર્ય મહારાજ દ્વારા પ્રતિષ્ઠિત ભવનાથ મહાદેવનું મંદિર છે જ્યાં સ્ફટિક શિવલિંગ સ્વરૂપ શિવજીનાં દર્શન થતાં જ એકદમ શાંતિ અને દિવ્યતાનો અનુભવ થાય છે ત્યાં મહાશિવરાત્રીના આઠેય પ્રહરની પૂજા અભિષેકાત્મક રીતે ભૂદેવો દ્વારા કરાશે. આ મહોત્સવ દિવ્યતાથી દિવ્ય રીતે ઉજવાશે.અને એમાં સૌ ભાવિક જનો અને શિવકુંજ આશ્રમ પરિવાર ના સૌ ભાઈબહેનો ભાગ લેશે
(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
