<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

સરધારના હરિપરમાં ભાવેશભાઇએ ઝેરી દવા પી જિંદગી ટુંકાવી લીધી

ખેત મજુરી કરી ગુજરાન ચલાવતાં હતાં: મગજની બિમારી હતી

રાજકોટ તા. ૨૭: સરધારના હરિપર ગામે રહેતાં ભાવેશભાઇ જગદીશભાઇ પોકળ (ઉ.વ.૪૦) નામના યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

ભાવેશભાઇએ ગઇકાલે બપોરે ઝેર પી લેતાં બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર ભાવેશભાઇ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. તે બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર છે. મગજની બિમારી હોવાથી આ પગલુ ભરી લીધાનું સગાએ જણાવ્‍યું હતું.

(12:18 PM IST)