<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

લાઠી તથાસ્‍તુ વિદ્યાપીઠે આનંદોત્‍સવ અને સમૂહ લગ્નોત્‍સવ

લોકડાયરો અને દિવ્‍ય અભિષેક દર્શન વિષ્‍ણુયાગ સહીતના કાર્યક્રમો યોજાશે

લીલિયા (મનોજ જોષી દ્વારા) અમરેલી, તા. ર૭ :  લાઠી હાઈવે કેરાળા ગામ નજીક રાધે રાધે એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના સંસ્‍થાપક પૂજય જીગ્નેશદાદા (રાધે-રાધે) દ્વારા તા. ૨૮/૨/૨૫ અને તા. ૧/૩/૨૫ દ્વિતિય દિવસ તથાસ્‍તુ વિદ્યાપીઠના આનંદોત્‍સવ અને સમુહ લગ્નોત્‍સવનું ભવ્‍યાતિ ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે. આનંદોત્‍સવ દિવ્‍ય પ્રસંગોની ઝાંખી તા. ૨૮/૨/૨૫ શુક્રવાર સાંજે ૪ કલાકે જળયાત્રા રાત્રીના ૯:૩૦ કલાકે કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહીર, ગીતાબેન રબારીનો લોકડાયરો સહીત તા. ૧/૩/૨૫ શનિવાર સવારના ૭ કલાકે રાજોપચાર પુજા, સમન્‍વિત ઠાકોરજીના દિવ્‍ય અભિષેક દર્શન સવારના ૭:૩૦ કલાકે વિષ્‍ણુયાગ કરી પુર્ણાહુતિ બપોરે ૪:૩૦ કલાકે જાન આગમન સાથે ૫:૦૦ કલાકે ત્‍યારબાદ પુજનીય સંતોના કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે તથાસ્‍તુ વિદ્યાપીઠના નિર્માણ કાર્યના પાયના પથ્‍થરો સહીત કન્‍યાદાનના મુખ્‍ય મનોરથીઓ ઉપસ્‍થિત રહેશે. તથાસ્‍તુ ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવશે. જેમાં વિમલ મહેતા, મનિષ મહેતા, ભાણજીભાઈ વાળા, ચંદ્રેશભાઈ બોરીસાગરનું સન્‍માન કરવામાં આવશે. સંસ્‍થાના સ્‍થાપક પૂજય જીગ્નેશ દાદા (રાધે રાધે)ના માર્ગદર્શન તળે તાથસ્‍તુ વિદ્યાપીઠમા નિત્‍ય થતી સેવાઓ જેમાંનિત્‍ય ટ્ટ ભાગવતજી ધ્‍વજારોહણ, નુતનવર્ષે પાટોત્‍સવમાં અન્નકુટ દર્શન, ઉતરાયણ, ગૌ પૂજન, ધુળેટી, રંગોત્‍સવ, રામનવમી ઉત્‍સવ, જન્‍માષ્ટમી મહોત્‍સવ, શરદ પૂર્ણિમા ઉત્‍સવ, નિત્‍ય શળંગાર, સત્‍સંગ, બાહ્મ ભોજન, ઠાકોરજીનો થાળ - વેદ અધ્‍યયન સહીતના ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા ભાર્ગવદાદા ઠાકર સહીત રાધે રાધે એજયુકેશન અને ચેરીટેબલ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ અને કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.તેમ મનોજ જોષીની અખબારી યાદીમાં જણાવેલ છે.

(2:08 PM IST)