તા. ૩ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૩ બુધવાર
News of Thursday, 27th February 2025
મધરાત્રે મહાશિવરાત્રી મેળો પૂર્ણ થતા ભવનાથ ખાલી, છેલ્લા દિવસે આઠેક લાખ ભાવિકોની ભીડ
મેળા દરમિયાન એક્સલન્ટ સહકાર બદલ કલેકટર અનિલ રાણાવસીયાએ મીડિયાનો આભાર માન્યોઃ દિવ્ય રવેડીના દર્શન કરી શ્રદ્ધાળુઓએ વતનની વાટ પકડી

ભવનાથ મહાશિવરાત્રી મેળાની શાહી સ્નાન સાથે મધરાતે પૂર્ણાહુતી
ભવનાથ તળેટી ખાતે યોજાયેલ પાંચ દિવસના મહાશિવરાત્રી મેળાની મધરાતે મૃંગી કુંડમાં સાધુ-સંતોએ શાહી સ્નાન સાથે પૂર્ણાહૂતી થઇ હતી. ઉપરોકત તસ્વીરમાં મૃંગીકુંડમાં સ્નાન કરતા સાધુઓ નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા જુનાગઢ)
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૭:મધરાત્રે મહાશિવરાત્રી મેળો પૂર્ણ થતા ભવનાથ ખાલી થયું છે. છેલ્લા દિવસે આઠેક લાખ ભાવિકોની ભીડ રહી હતી. બીજી તરફ મેળા દરમિયાન એક્સલન્ટ સહકાર બદલ કલેકટર અનિલ રાણાવસીયાએ મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.
શનિવારથી ભવનાથ ખાતે યોજાયેલ મહાશિવરાત્રી મેળાના અંતિમ દિવસની રાત્રીના શ્રી પંચદ્રષ્ટ નામ જુના અખાડા ખાતેથી મેળાનું મુખ્ય આકર્ષણ રવેડીનો પ્રારંભ થયો હતો. જેમાં વિવિધ અખાડાના સંતો જોડાયા હતા અને ટ્રેક્ટર પર બેસીને લોકોને દર્શન આપ્યા હતા. દિગંબર સાધુ સંતોએ લાઠી તલવારબાજી સહિત અંગ કસરતના દાવ રજૂ કરી શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કર્યા હતા. નિયત થયેલા રુટ પર રવેડી નીકળતા લાખોની સંખ્યામાં ભાવિકોએ સંત મહાત્માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
રાત્રે ૧૨ વાગ્યે રવેડી ભવનાથ મહાદેવ મંદિર સ્થિત મળગી કુંડ ખાતે પહોંચી હતી અહીં સૌ પ્રથમ ભગવાન દત્ત મહારાજ ગણેશજી અને ગાયત્રી માતાજીની મૂર્તિઓને તાાન કરાવવામાં આવ્યું હતું. બાદમાં તમામ સાધુ સંતો, દિગંબરો, કિન્નરો વગેરેએ મળગીકુંડમાં તાાન કરી ભવનાથ મહાદેવની આરતી ઉતારી હતી. આ સાથે પાંચ દિવસથી ચાલતા મહાશિવરાત્રી મેળો એકંદરે સુખરૂપ અને સફળતાપૂર્વક સંપન્ન થતાં વહીવટી તંત્ર, મ્યુનિસિપલ તંત્ર, પોલીસ વિભાગએ રાહતનો દમ લીધો હતો. મેળો પૂર્ણ થતા મોડી રાત સુધી લોકોનો પ્રવાહ ભવનાથ તળેટીથી જુનાગઢ શહેર તરફ વહેતો રહ્યો હતો. અને એસટી બસ સહિતનાં વાહનમાં બેસી શ્રદ્ધાળુઓએ વતનની વાટ પકડી હતી.
મેળાની પૂર્ણાહુતિ થવાની સાથે સવાર સુધીમાં ભવનાથ વિસ્તાર ખાલી થઈ ગયો હતો. જેના પગલે કોર્પોરેશન તંત્ર દ્વારા તળેટી ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
