<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd March 2025

અમરેલીમાં નરાધમ શિક્ષક મહેન્‍દ્ર કાવડીયાને શિક્ષણ વિભાગે કર્યો સસ્પેન્ડ

જગ્યાએ 2 નવા શિક્ષકો મૂકવામાં આવ્‍યાઃ કાલે સોમવારે શિક્ષક મહેન્દ્ર કાવઠીયાના 3 દિવસના રિમાન્ડ થશે પૂર્ણ

અમરેલીઃ  નરાધમ શિક્ષક સામે શિક્ષણ વિભાગે કાર્યવાહી કરી છે. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ મહેન્દ્ર કાવઠીયાને સસ્પેન્ડ કર્યો છે. મહેન્દ્ર કાવઠીયાની જગ્યાએ 2 નવા શિક્ષકો મૂકવામાં આવ્યા છે. સોમવારે શિક્ષક મહેન્દ્ર કાવઠીયાના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થશે. તેમજ પીડિતાના પક્ષમાં વકીલ સંદીપ પંડ્યાની વિનામૂલ્યે કેસ લડવાની તૈયારી છે. જેમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા નરાધમ શિક્ષક કેસમાં પોલીસ તપાસ શરૂ થઇ છે.

અમરેલીના લંપટ શિક્ષક મહેન્દ્ર કાવઠીયા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. લંપટ શિક્ષક મહેન્દ્ર કાવઠીયાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. જેમાં નશાના આક્ષેપ બાદ નરાધમ શિક્ષકના બ્લડ સેમ્પલ લેવાયા છે. શિક્ષકના મોબાઇલના પુરાવા એકઠા કરવા FSLની મદદ લેવાઇ છે. તથા શિક્ષક વિભાગ દ્વારા પર ફરજ મોકુફ કરાયા છે. તેમજ તપાસ સમિતિની રચના કરી કડક પગલા ભરવા દરખાસ્ત કરાઇ છે.

(2:35 PM IST)