<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

ઉનાના કેસરીયામાં ગભરૂભાઇ વાંજા પર ભાઇ અને ભત્રીજાનો સળીયા પાઇપથી હુમલોઃ પગ ભાંગી ગયા

છોકરાઓ રમતાં રમતાં બાખડી પડતાં થયેલી માથાકુટમાં મોટેરા વચ્‍ચે જામી પડી

રાજકોટ તા. ૩: ઉનાના કેસરીયા ગામે રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં ગભરૂભાઇ ચાંદરભાઇ વાંજા (ઉ.વ.૪૮) પર ગઇકાલે વાડીએ હતાં ત્‍યારે ભાઇ અરજણ વાંજા, ભત્રીજા મહેશ વાંજા, વિપુલ વાંજા સહિતનાએ સળીયા, પાઇપથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતાં ઉના સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ છે.

ગભરૂભાઇ ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં બે પુત્ર છે. પરિવારજનોએ કહ્યા મુજબ ગભરૂભાઇના સગીર પુત્ર અને તેના ભાઇના છોકરા વચ્‍ચે રમતાં રમતાં ઝઘડો થતાં ગાળાગાળી થયા બાદ મોટા લોકો બાખડી પડયા હતાં.

જેમાં ગભરૂભાઇ પર હીચકારો હુમલો થતાં બંને પગ ભાંગી ગયા હતાં અને માથામાં પણ ગંભીર ઇજા થઇ હતી.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્‍દ્રભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇએ ઉના પોલીસન જાણ કરી હતી.

(11:28 AM IST)