News of Monday, 3rd March 2025
ગોંડલમાં હોમગાર્ડ વિજય મકવાણા પર માસીયાઇ ભાઇઓનો બેટ, પાઇપથી હુમલોઃ ગંભીર ઇજા
એક મહિના પહેલા યુવાનના પત્નિને માસીયાઇ ભાઇના સગાએ મેસેજ કરતાં માથાકુટ થઇ હતીઃ તેના મનદુઃખનો ખાર રાખી હુમલો કરાયોઃ રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૩: ગોંડલમાં સરવૈયા શેરીમાં રહેતાં અને શો રૂમમાં નોકરી કરવાની સાથે સાથે હોમગાર્ડ જવાન તરીકે પણ ફરજ બજાવતાં વિજયભાઇ જીતેન્દ્રભાઇ મકવાણા (ઉ.વ.૩૨) પર રાતે દસેક વાગ્યે ગોંડલમાં સાંઢીયા પુલ નજીક વૃંદાવન સોસાયટીમાં રહેતાં તેના માોટ ભાઇ મોૈલિકભાઇના ઘર નજીક બેટ, પાઇપ, ધોકાથી હુમલો થતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ છે.
વિજયના કહેવા મુજબ તેના પત્નિને એકાદ મહિના પહેલા માસીયાઇ ભાઇના કોઇ સગાએ મેસેજ કરતાં તે બાબતે તેને સમજાવવાનું કહેતાં માથાકુટ થતાં પોલીસમાં અરજી કરી હતી. જેના કારણે અટકાયતી પગલા લેવાયા હતાં.
આ બાબતનો ખાર રાખી પોતાના પર હુમલો કરાયો હતો. પોતે રાતે મોટા ભાઇને મળવા ગયો ત્યારે ભાઇ હાજર ન હોઇ નજીકમાંથી અચાનક જ માસીયાઇ ભાઇ આનંદ પરમાર, અંકિત પરમાર, ગડુ અને અજાણ્યા શખસોએ ધસી આવી બેટ, ધોકા, પાઇપથી હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્દ્રભાઇ, તોૈફિકભાઇ, ભાવેશભાઇએ ગોંડલ પોલીસને જાણ કરી હતી.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
