News of Monday, 3rd March 2025
કાલે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડઃ બુધવારે ૬૬ નગરો અને જુનાગઢમાં સુકાનીઓની ચુંટણી

રાજકોટ તા.૩: ભાજપ સંસદીય બોર્ડની બેઠક કાલે મંગળવારે સવારથી રાત સુધી ગાંધીનગરમાં મળનાર છે. જેમાં ભાજપની બહુમતીવાળી નગરપાલિકાઓએ પ્રમુખ, ઉપપ્રમુખની પસંદગી માટે તેમજ જુનાગઢ મહાનગરમાં મેયર, ડે.મેયર અને સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેનની પસંદગી માટે ચર્ચા અને નિર્ણય વિશે બુધવારે ૬૬ નગરો અને જુનાગઢ મહાનગરમાં સુકાનીઓની ચુંટણી થશે.
ગયા મહિને ૬૬ નગરપાલિકાઓની ચુંટણી થયેલ જેમાંથી ૬૨ જેટલા નગરોમાં ભાજપને બહુમતી મળી છે. જુનાગઢ મહાનગરમાં પણ ભાજપની સતાનું પુનરાવર્તન થયું છે. કાલે પાર્લામેન્ટરી બોર્ડમાં સ્થાનિક અગ્રણીઓ અને નિરીક્ષકોને સાંભળવવામાં આવશે. પ્રદેશ ભાજપ તા.પમીએ સવાર સુધીમાં પસંદગીના પદાધિકારીઓના નામ સ્થાનિક કક્ષાએ મોકલી આપશે. રાજકોટ જિલ્લાના પ નગરોમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી થશે.
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
