<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

રાજકોટમાં મોટરસાયકલ સહિત ૪ વાહન ચોરી કરનાર ધોરાજીમાં ઝબ્‍બે

 

ધોરાજી તા.૩: જુનાગઢ રોડ પર નંબર પ્‍લેટ વિનાનું મોટરસાયકલ નીકળેલ શખ્‍સ રાજવંદ વીરદાસ ભાઈ વાઘેલા (ઉં.વ.૨૦)  રે. ભિયાડ તા. જુનાગઢ વાળાને અટકાવી પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે તેને ચાર અલગ અલગ જગ્‍યાએથી મોટરસાયકલની ઉઠાંતરી કરી હતી.

જેમાં જુનાગઢ સિવિલ હોસ્‍પિટલ પાસેથી પાર્ક કરાયેલા બે મોટરસાયકલ જેતપુર ખાતેના ધોરાજી રોડ પરથી એક મોટરસાયકલ તેમજ રાજકોટ રામનાથપરા પાસેથી એક મોટરસાયકલની ઉઠાંતરી કરી હોવાનું પોલીસ સમક્ષ કબુલાત કરી હતી.

ધોરાજી પોલીસે આરોપીની કબુલાત બાદ ચારેય મોટરસાયકલ કબજે કર્યા હતા અને મોટરસાયકલની ચોરી કરતા આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથધરી હતી

(2:01 PM IST)