<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

પારડી પાસે આઇશર પલટી મારી જતા ગોધરાથી આવી રહેલા ૨૦ મજૂર ઘાયલ

 

વઢવાણ,તા.૪: પાટડીના ખેરવા ઝેઝરી રોડ પર સોખડા બોર્ડ પાસે આઈસર પલ્‍ટી મારી જતા ૨૦ મજુરો ઘાયલ થયા હતા. ત્‍યારે આ ગોઝારી ઘટનામાં ૪ મજૂરોની હાલત ગંભીર જણાતા સારવાર માટે હોસ્‍પિટલ ખાતે લઇ જવામા આવ્‍યા હતા. પાટડી તાલુકાના અકસ્‍માત ઝોન તરીકે પ્રચલિત એવા માલવણ હાઈવે પર અવારનવાર ગોઝારા અકસ્‍માતના બનાવો બનતા હોય છે.

ત્‍યારે આજે ગોધરાથી મજૂરો ભરીને આવતી ગાડી પાટડીના ખેરવા ઝેઝરી રોડ પર સોખડા બોર્ડ પાસે આઈસર પલ્‍ટી મારી જતા ૨૦ મજુરો ઘાયલ થયા હતા.આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્‍થળે એકઠા થઇ ગયા હતા.

ત્‍યારે આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ આ અકસ્‍માતની ઘટના અંગે ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સને જાણ કરતા તમામ ઈજાગ્રસ્‍તોને તાકીદે સારવાર અર્થે ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ વાનમાં સારવાર અર્થે નજીકની સરકારી હોસ્‍પિટલ ખાતે લઇ જવામાં આવ્‍યા હતા. ત્‍યારે આ ગોઝારી ઘટનામાં ૪ મજૂરોની હાલત ગંભીર જણાતા સારવાર માટે હોસ્‍પિટલ ખાતે લઇ જવામા આવ્‍યા હતા.  જયારે આ અકસ્‍માતની ઘટનાની જાણ થતાં બજાણા પોલીસે તાકીદે ઘટના સ્‍થળે દોડી જઈ અકસ્‍માત અંગેનો ગુન્‍હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ઘરી છે

(11:06 AM IST)