News of Tuesday, 4th March 2025
સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ શનિમંદિર ‘શ્રી શનિધામ'માં નવનિર્મિત શિવમંદિરના ધર્માર્થે શ્રી શિવમહાપુરાણ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૪: શ્રી શનિરાજ સેવા ટ્રસ્ટ અને શ્રી શનિધામ સેવા સમીતી ઉપક્રમે શ્રીનાથગઢ - મોવિયા રોડ પર આવેલા સોંરાષ્ટ્ર ના પ્રસિદ્ધ શનિમંદિર ‘‘શ્રી શનિધામ'' માં આગામી તા. ૬/૦૩/૨૫ થી નવનિર્મિત શિવમંદિર ના ધર્માર્થે તેમજ ગૌશાળાના લાભાર્થે શ્રી શિવમહાપુરાણ રાત્રી કથાનું આયોજન કરવા મા આવ્યુ છે.
તા. ૬ માર્ચ થી ૧૪ માર્ચ સુધી ચાલનારા શિવોત્સવમા શિવમંત્ર મહિમા, ગણેશ પ્રાગટય, દ્વાદસ જ્યોર્તિલિંગ પ્રાગટય, શિવ વિવાહ જેવા દિવ્ય ઉત્સવો ની ઉજવણી કરવા મા આવશે. કથા ના વ્યાસાશને વક્તા શાષાી શ્રી જનકભાઈ મહેતા (ડોડીયાળાવાળા) રસપાન કરાવશે. હાલ ‘‘શ્રી શનિધામ'' મા શિવાલય ના નિર્માણનું કામ ચાલી રહ્યું છે.
શિવભક્તિ અને શિવમહિમા ની વળદ્ધિ અને ધર્માર્થે આ શિવ કથા નું આયોજન કરવામા આવ્યું છે. આ શનિમંદિર સૌરાષ્ટ્ર નું સોંથી મોટુ શનિમંદિર છે. જ્યાં મુખ્ય પીઠ પર ભગવાન શ્રી શનિ મહારાજ ની વિશાળ મૂર્તિ બિરાજમાન છે.
સાથે શ્રી હનુમાનજી પણ બિરાજમાન છે. શાષાી શ્રી જયસુખભાઈ પંડ્યા ની પ્રેરણા થી આ દિવ્ય ‘‘શ્રી શનિધામ'' તેમજ ગૌશાળા નું નિર્માણ કરવામા આવ્યું છે. શિવમહાપુરાણ કથા શ્રવણ નો લાભ લેવા વ્યવસ્થાપક રોહિતભાઈ પંડ્યા તરફ થી અનુરોધ કરવામા આવ્યો છે.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
