News of Tuesday, 4th March 2025
રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી રવિ માકડીયા સામે ઉપલેટામાં પત્રિકા યુદ્ધ
નગરપાલિકાની ટિકિટો મુદ્દે પત્રિકામાં ગંભીર આક્ષેપ

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા, તા. ૪: નગરપાલિકાની ચૂંટણી પૂરી થઈ અને ભાજપે જંગી બહુમતી મેળવી સત્તા મેળવી છે ત્યારે નગરપાલિકાની ચૂંટણી પૂરી થતાં જ ભાજપનો આંતરિક વિખવાદ બહાર આવતો દેખાયો છે. ઉપલેટા શહેરના સોશિયલ મીડિયમાં ભાજપના મહામંત્રી રવિ માકડીયા ના વિરોધમાં એક પત્રિકા ફરતી થયેલ છે આ પત્રિકામાં રવિ માકડિયા સામે ઉપલેટા નગરપાલિકા ચુંટણીમાં ઉમેદવારો મુદ્દે ગંભીર આક્ષેપો કરાયા છે.
આ ઉપરાંત ભૂતકાળમાં તેની દુકાન પોલીસ સ્ટેશનની સામે હતી અને ત્યાંથી તેઓ પોલીસ અને ગુનેગારો વચ્ચે સેટલમેન્ટ કરાવી આપવાના પૈસા લેતા હતા અને અપાવતા હતા. આ વાત પણ પત્રિકામાં છે.
આમ ઉપલેટા શહેરમાં પત્રિકા આ ચોરેને ચૌટે ચર્ચાનો વિષય બનેલ છે ત્યારે જાણવા મળ્યા મુજબ રવિ માકડીયા પોતાની બદનામીથી બચવા આ અનામી પત્રિકા છાપનાર સામે એફઆઇઆર કરાવવા પણ ગયા હોવાનું બહાર આવેલ છે. (૪.૨૨)
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
