News of Tuesday, 4th March 2025
ગોંડલ યાર્ડમાં રૂ. ૧૫૧૦ લેખે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ
નાફેડ દ્વારા એક ખેડૂત દીઠ વધુમાં વધુ ૪ હજાર કિલોની ખરીદી કરાશે

ગોંડલ, તા. ૪: ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ કરાયો છેજામવાડી સહકારી મંડળીના નેજા હેઠળ નાફેડ દ્વારા કરવામાં આવતી ટેકાના ભાવે તુવેરની ખરીદી કેન્દ્ર ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે શરૂ કરવામાં આવ્યું છે.ગોંડલ તાલુકાના ૫૦૦૦ જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
પ્રથમ દિવસે ૧૦૦ ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા જેમાં ૨૦ ખેડૂતો માલ લઈ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પોહચ્યા હતા.યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા એ દેરડી (કુંભાજી) ગામથી તુવેર લઈને આવેલ પ્રથમ ખેડૂત અરવિંદભાઈ નરોડીયાનું હારતોરા કરી મો મીઠું કરાવી સન્માન કરવામાં આવ્યું હતું.
જામવાડી ખરીદ કેન્દ્રના પ્રમુખ વિનુભાઈ મોણપરા દ્વારા શ્રી ફળ વધેરી ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી...યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, ડિરેકટર પ્રફુલભાઈ ટોળીયા, કચરભાઈ વૈષ્ણવ, જીતુભાઈ જીવાણી, જામવાડી સહકારી મંડળીના પ્રમુખ વિનુભાઈ મોણપરા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. નાફેડ દ્વારા એક ખેડૂત દીઠ વધુમાં વધુ ૪૦૦૦ કિલોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. રૂપિયા ૧૫૧૦/- લેખે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો થયો પ્રારંભ. જામવાડી સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે વેચવા આવેલ દરેક ખેડૂતો અને મજૂરોને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ઙ્ગગોંડલ)
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
