તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Tuesday, 4th March 2025
નરાધમ દીકરાના દુષ્કર્મનો ભોગ બનેલ વૃદ્ધ માતાનું મોતઃ કપાતર પુત્રનો કેસ કોઈ વકીલ નહીં લડે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૪: વૃદ્ધ અશકત ૮૦ વર્ષીય સગી જનેતા સાથે દુષ્કર્મ આચરનાર અંજારના કપાતર પુત્ર ઉપર સૌ ફિટકાર વરસાવી રહ્યા છે. પુત્રના અત્યાચારનો ભોગ બનેલ આ વૃદ્ધા માનસિક ક્ષુબ્ધ થઈ ગયા હતા અને એમને બ્રેઈન સ્ટ્રોકનો હુમલો આવ્યો હતો. સારવાર દરમ્યાન એમનું મોત નીપજ્યું છે. પોલીસે નરાધમ પુત્ર વિરુદ્ધ દુષ્કર્મ સાથે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. દરમ્યાન અંજાર બાર એસોસિએશન દ્વારા આ નરાધમ યુવાનનો કેસ નહીં લડવા નિર્ણય લેવાયો છે
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
