<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

ચોટીલા ઘાંચીવાડ વિસ્તારમાં અવેશ ગનીનો આતંક યથાવત :પોલીસે ફરિયાદીની સંતોષ કારક ફરિયાદ ન લેતા ઘાંચીવાડની મહીલાઓ કેરોસીનની શીશીઓ સાથે પોલીસ સ્ટેશન ધસી જઈને આત્મવિલોપનની ચિમકી આપી

પોલીસ મથકે મહિલાઓનો હલ્લાબોલ : આરોપીએ ખંડણી સહીત ફરિયાદીના ઘર પાસે આતંક મચાવ્યો હોય તેવા વિડિયો અને ઓડિયો મિડિયા સમક્ષ જાહેર કર્યા

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા.૪ : સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ઘાંચીવાડ વિસ્તારમાં અવેશ ગનીનો આતંક યથાવત જોવા મળ્યો હતો. જેમાં પોલીસે ફરિયાદીની સંતોષ કારક ફરિયાદ ન લેતા ઘાંચીવાડની મહીલાઓ કેરોસીનની શીશીઓ સાથે પોલીસ સ્ટેશન ધસી જઈને આત્મવિલોપનની ચમકી આપી હતી. અને ચોટીલા પોલીસ મથકે મહિલાઓનો હલ્લાબોલ મચાવ્યો હતો. અને સાથે આરોપીએ ખંડણી સહીત ફરિયાદીના ઘર પાસે આતંક મચાવ્યો હોય તેવા વિડિયો અને ઓડિયો મિડિયા સમક્ષ જાહેર કર્યા હતા. 

ચોટીલાના ખુંખાર આરોપી અવેશ ઉપર હત્યા, ધાકધમકી સહિત અનેક ગંભીર ગુના પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે. જેમાં આરોપી અવેશને પોલીસ છાવરી રહી હોવાની સાથે રૂપિયાનું સેટિંગ કરીને સામાન્ય ફરિયાદ નોંધીને જામીન લીધા હોય તેવાં મહિલાઓએ જાહેરમાં પોલીસ સામે આક્ષેપ કર્યો હતો. અને સાથે પોલીસ અવેશ ગનીભાઇથી ડરી ગઈ છે, કાંતો પોલીસ તેને છાવરી રહી છે, તેવાં આક્ષેપ ફરિયાદી મહેબૂબભાઈએ કર્યા હતા. 

મહેબૂબભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, હું ઘણા મહિનાઓથી ચોટીલા પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ ખાઈને કંટાળી ગયો છું. હવે અવેશ ગનીભાઇ અમારી હત્યા કરી નાખશે તો પણ પોલીસ અવેશ સામે કાર્યવાહી નહીં કરે એવા ફરિયાદીએ પોલીસ ઉપર આક્ષેપ કર્યા હતા. હવે ચોટીલા પોલીસ દ્વારા અવેશ ગનીભાઇ ઉપર કાયદાકીય ગાળીયો મજબૂત નહીં કરવામાં આવે તો ઉચ્ચ અધિકારીઓ પાસે નાછુટકે ફરીયાદ કરવા માટે મજબૂર થવું પડશે એવી ફરિયાદીએ ગંભીર ચિમકી ઉચ્ચારી હતી.

પોલીસે ફરિયાદીની સંતોષ કારક ફરિયાદ ન લેતા ઘાંચીવાડની મહીલાઓ કેરોસીનની શીશીઓ સાથે પોલીસ સ્ટેશન ઘસીને આપી આત્મવિલોપનની ચિમકી આપી છે.

    ફરિયાદી મહેબૂબભાઈ.હવે ચોટીલા પોલીસ દ્વારા અવેશ ગનીભાઇ ઉપર કાયદાકીય ગાળીયો મજબૂત નહીં કરવામાં આવે તો ઉચ્ચ અધિકારી પાસે નાછુટકે ફરીયાદ કરવાં માટે મજબૂર થવું પડશે. તેવી ફરિયાદીએ  ચિમકી ઉચ્ચારી છે.

(8:06 PM IST)