News of Wednesday, 5th March 2025
ઉનાના ભીમપરામાં ર પરિવારો વચ્ચે ધિંગાણુઃ ૮ ઘવાયા
સામસામી પોલીસ ફરિયાદોઃ પાઘડી પહેરેલો ફોટો મોબાલના સ્ટેટસમાં મૂકયાનું મનદુઃખઃ ધિંગાણામાં છરી અને તલવારો ઉડી

(નવીન જોષી દ્વારા) ઉના તા. પ :.. ઊના શહેરમાં ભીમપરા વિસ્તારમાં બે પરિવાર વચ્ચે હથિયારો વતી ધિંગાણું થતા બન્ને પક્ષે આઠથી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. આ બનાવમાં સામ સામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
શહેરમા ભીમપરા વિસ્તાર મા રહેતા જગદીશ ભાઈ નાગજી ભાઈ મકવાણા એ ઊના પોલીસ સ્ટેશન મા ફરિયાદ નોંધાવી છે કે આ વિસ્તાર મા રહેતા કમલેશ શાંતિ ભાઈ મકવાણા એ એક મહિના પહેલા ફરીના પરિવારના શિવાભાઈને કહેલ કે તારા ભાઈ જગદીશ એપાઘડી પહેરેલ ફોટો મોબાઈલ ના સ્ટેટસ મા મુકેલ તો તારો ભાઈ કિંગ છે? તે બાબતે શિવા ભાઈ એ કહેલ કે મારો ભાઈ કિંગ નથી તે બાબતે બોલા ચાલી થયેલ તે બાબત નું મન દુઃખ રાખી આરોપી ગોવિંદ ભાઈ કરશન ભાઈ મકવાણા, શામજી ગોવિંદ, શાંતિ ગોવિંદ, દિલીપ ગોવિંદ, કનુ ગોવિંદ, તુષાર કનુ, આર્યન કનુ, કમલેશ શાંતિ ભાઈ, રવિ હરિ, મનીષા બેન સામજી, રાણી બેન કનુ રે. તમામ ઊના વાળા ફરી ના ઘર પાસે તલવાર, ધારિયા, કુહાડી, છરી જેવા જીવલેણ હથિયાર સાથે આવી ભૂંડી ગાળો બોલી હુમલો કરતા આ હુમલા મા જગદીશને ગાલમા માથામા છરી અને તલવાર ના ઘા વાગતા લોહી લુહાણ હાલતમાં પડી ગયેલ.
તેમને બચાવવા પડેલ ફરી ના પિતા નાગજીભાઈને પણ ધારિયા ના ઘા માથા મા વાગતા ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમજ વચ્ચે બચાવ વા પડેલ મંજુબેન અને જાગળતિ બેન ને પણ ઈજાઓ પહોંચી હતી. તમામને હોસ્પિટલ મા સારવાર માટે ખસેડાયા હતા પોલીસમા કુલ ૧૧આરોપી સામે જગદીશ ભાઈ નાગજીભાઈએ ફરિયાદ નોંધાવી હતી.
ે સામા પક્ષે રસીલા બેન શાંતિ ભાઈ ગોવિંદભાઈ મકવાણાએ પણ જગદીશ નાથાભાઈ મકવાણા, નાથાભાઈ, શિવા ભાઈ, હરેશભાઈ, મંજુબેન, જગલીબેન સહિત કુલ સાત આરોપી રે. ઊના ભીમ પરા વિસ્તાર સામે પણ એવી ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદી બેન રસીલા બેન તેમના પરિવારના બાળકને નિશાળે મૂકવા જતી હતી ત્યારે આરોપી જગદીશ નાથા તેમની સામે ખરાબ નજર થી જોતો હોય તેથી ઠપકો આપતા આરોપી ઉશ્કેરાઈ જઈ મહિલા નું બ્લાઉઝ ફાડી નાખી નિર્લજ હુમલો કરી બીજા આરોપીઓ આવી તલવાર, લોખંડ નો પાઇપ, લાકડા ના ધોકા અને છુટ્ટા પથ્થરો થી હુમલો કરતા ફરી બહેન તેમજ તેમના પતિ શાંતિભાઈ અને સસરા ગોવિંદભાઈને માથામા ગંભીર ઈજાઓ કરી ગળાની હાસડીમાં ફેક્ચર કરી ગંભીર ઈજાઓ કરતા વેરાવળ સારવાર માટે ખસેડાયા હતા.
આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને ની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ પી.એસ.આઇ.એસ.બી. બોરીચા કરી રહ્યા છે. (પ-૬)
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
