News of Wednesday, 5th March 2025
પૂ.જલારામબાપાના ચરણોમાં જ્ઞાનપ્રકાશ સ્વામી દંડવત કરેઃ વાંકાનેર લોહાણા મહાજન
માફી નહી માંગે તો આગામી દિવસોમાં આકરા કાર્યક્રમો

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. પ :.. સ્વામી નારાયણના જ્ઞાનપ્રકાશ એ સંત સિરામણી સંતશ્રી પ.પૂ. જલારામબાપા વિશે એલફેલ બફાટ કરતા સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત-કચ્છના લોહાણા સમાજની આસ્થા ને મોટી ઠેસ પહોંચી છે.
જયારે લોહાણા સમાજ ઉપરાંત અન્ય સમાજને પણ પૂજય બાપા ઉપર અપાર શ્રધ્ધા રાખતા કરોડો ભાવિકોની શ્રધ્ધાને ઠેસ પહોંચાડનાર આવા અજ્ઞાનિ સાધુને પાઠ ભણાવવા વાંકાનેર લોહાણા મહાજન ઉપરાંત વાંકાનેર યુવક મંડળ, રઘુવંશી સોશ્યલ ગ્રુપ, રઘુવીર સેના લડાયક મુડમાં જોવા મળી હતી.
ત્યારે વિવાદીત સાધુ જ્ઞાનપ્રકાશ વિરપુર પૂજય જલારામ બાપાના સાનિધ્યમાં સંપ્રદાયના અગ્રણી સ્વામીઓને સાથે રાખી પૂજય બાપાના ચરણોમાં દંડવત પ્રણામ કરી માફી માંગે તેવી વાંકાનેર લોહાણા સમાજની ઉગ્ર માંગણી છે.
ઉપરોકત માંગણી તુરત નહી સંતોષાય તો આગામી દિવસોમાં આકરા કાર્યક્રમો ઘડી કઢાશે ત્યારે આ પ્રચંડ રોષને શાંત પાડવા તુરત વાંકાનેર લોહાણા સમાજની માંગણી સ્વીકાર કરે તેવી ચોમેરથી માંગ ઉઠી છે. અંતમાં જ્ઞાનપ્રકાશ સાધુ સામે જલદ આંદોલન છેડાય તે પહેલા વાંકાનેર લોહાણા સમાજની માંગણીનો સ્વીકાર થાય તે જરૂરી છે.
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
