<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

વી.વાય.ઓ.નું પ્રમુખપદ છોડી દેતા જાણીતા અગ્રણી જીતુભાઇ લાલ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૦૫ : જામનગર શહેરમાં કાર્યરત વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (વી.વાય.ઓ.) ના સ્‍થાનિક એકમના પ્રમુખપદે રહેલા શ્રી જીતુભાઈ લાલે નવા વ્‍યકિતઓને સ્‍થાન મળી શકે તે માટે સ્‍વૈચ્‍છીક નિવળતી લીધી છે.  આ પહેલા તેઓએ જામનગર લોહાણા મહાજન તેમજ જામનગરની અગ્રણી વ્‍યાપારી સંસ્‍થા ઘી સીડઝ એન્‍ડ ગ્રેઈન મરચન્‍ટ એસોસીએશનના પ્રમુખપદેથી તથા જામનગર જલારામ જયંતિ મહોત્‍સવ સમિતિના પદેથી સ્‍વૈચ્‍છીક રીતે ત્‍યાગ કરી ચુકયા છે હવે વી.વાય.ઓ.જામનગર શહેરના પ્રમુખ તરીકે રાજીનામું આપીને ચોથી સંસ્‍થાને નવા સુકાનીઓ મળી શકે તે માટે સમાજને એક નવો રાહ ચીંધ્‍યો છે.

(2:53 PM IST)