News of Thursday, 6th March 2025
ભાયાવદર પાલિકામાં પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપમાં બળવો

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા,તા.૬ : જો ભાજપ નો મેનડેટ વહેલો આવ્યો હોય તો પ્રમુખ ઉપપ્રમુખ ભાજપ પક્ષ ના ન હોત.
ભાજપ પક્ષનો મેનડેટ ૪ વાગ્યા પછી ચાલુ થયેલ મીટીંગમાં આપવામા આવેલ હતો તે નિયમ ની વીરૂધ છે છતા અમોએ ચુંટણી અધિકારી નુ દયાન દોરેલ ત્યાર બાદ ચુંટણી અધિકારી એ મેનડેટ આપતા ભાજપ પક્ષ ના આગેવાન ને સભા ખંડ માથી બહાર કાઢેલ હતા ત્યારે ભાજપ તેના ઉમેદવાર ને પુરા મેનડેટ પણ આપી સકયા નથી. જો આ મેનડેટ ભાજપ પક્ષ પહેલા રજૂ કરે તો ભાયાવદર મા બડવો થાય તે ચોક્કસ હતુ
હાલ ભાયાવદર નગર પાલીકા પ્રમુખ તરીખે રેખાબેન સીણોજીયા ને ૧૪ મત મળેલ છે
ઉપપ્રમુખ માટે સંજયભાઈ પરમાર ને પણ ૧૪ મત મળેલ છે ત્યારે કોગ્રેસ પક્ષ ના પ્રમુખ ઉમેદવાર દક્ષા બેન અનિલભાઈ રાડીયા હતા પરંતુ ભાજપ મા થી ઇલાબેન રામાણી એ બળવો કરી ને પોતાની ઉમેદવારી કરેલ હોય જેથી કોગ્રેસ પક્ષ ના તમામ ૯ સભ્યો એ ઇલાબેન ને ટેકો આપી તેની તરફેણ મા મત આપેલ હોય જેથી તેમને ૧૦ મત મળેલ છે
ઉપપ્રમુખ મા કોગ્રેસ પક્ષ ના લાખાભાઇ અમરાભાઇ ખાભલા ને ૯ મત કોગ્રેસ ના અને ૧ મત ભાજપ પક્ષ ના ઇલાબેન નો મળતા લાખાભાઇ ખાભલા ને ૧૦ મત મળેલ છે
જો ભાજપ પક્ષ તેના પ્રમુખ ઉપપ્રમુખ ના નામો વહેલા જાહેર કરે તો ચાર ઉમેદવાર ભાજપ પક્ષ ના ચુટાયેલ બડવો કરત તે પાકુ હતુ.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
