<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલીયા મરચાની સીઝન : રેકોડર્બ્રેક 80 હજારથી વધુ ભારીની આવક થઇ

હાઈવે પર 2000થી 2500 વાહનોની હાઈવે પર બંને બાજુ આશરે 7થી 8 કીમી લાંબી વાહનોની લાઇનો

સૌરાષ્ટનું અગ્રિમ ગણાતું ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે મરચાની આવક શરૂ થઈ છે. જેમાં આશરે 80 હજારથી વધુ ભારીની બંપર આવક થઈ હતી. હાઈવે પર 2000થી 2500 વાહનોની હાઈવે પર બંને બાજુ આશરે 7થી 8 કીમી લાંબી વાહનોની લાઇનો જોવા મળી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર બોટાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિઘ જિલ્લાઓમાંથી ખેડૂતો મરચા લઈને આવ્યા હતા.

પુષ્કળ પ્રમાણમાં મરચાની આવક થતા યાર્ડની જગ્યા ટૂંકી પડી હતી. જેથી યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયા તાત્કાલિક સ્થળ પર પહોચી અન્ય જગ્યા ભાડે રાખીને ત્યાં ઉતારવાની વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી. આ તકે યાર્ડના ડિરેક્ટર પ્રફુલભાઈ ટોળીયા એ જણાવ્યું હતું કે, એક સાથે 80 હજાર થી વધુ મરચાની ભારીઓની આવક થતા હાલ પુરતી આવક બંધ કરવામાં આવી છે. જ્યાં સુધી આવક શરૂ કરવામાં ન આવે ત્યાં સુધી કોઈપણ ખેડૂતે મરચા લઈને ના આવવા કહ્યું હતું.

(11:09 PM IST)