News of Thursday, 6th March 2025
મહિલા દિન નિમિત્તે મહિલા પોલીસ અધિકારી સલમા સુમરાની રસપ્રદ કહાની
બે જોડીયા બાળકીની માતા અને એક કડક પોલીસ અધિકારી તરીકેની બેવડી ભૂમિકા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : "મહિલા દિન" નિમિત્તે એક મહિલા પી.આઈ.ની સફર રસપ્રદ છે. વિસાવદર ખાતે પીએસઆઈ તરીકે ફરજ બજાવી હાલ માળીયા હાટીના ખાતે પીઆઈ તરીકે ફરજ બજાવતા શ્રીમતિ સલમાંબેન સુમરા બે જોડીયા-બાળકીની માતા પણ છે. આમ માતા તરીકે માયાળુ સ્વરૂપે અને પોલીસ અધિકારી તરીકે કડકાઈથી બેવડી ભૂમિકા અદા કરી રહ્યા છે. સામાન્ય પરિવારમાં જન્મેલા સલમાબેન નાનપણથી જ ભણવામા ખુબ હોશિયાર, દેશ પ્રેમ ધરાવતી આ દીકરી મોટી થઈ અને પોલીસ ઇન્સપેક્ટર બની ત્યાં સુધીમાં તેમણે જે સંઘર્ષ કર્યો. હાલ માળીયાહાટીના પોલીસ સ્ટેશન બે ખુબજ માસુમ જુડવા દીકરીઓ કુ. સિરત અને કુ. સિદ્રા બે દીકરીઓને માતૃપ્રેમ આપવા સમયે એક બાજુ ફરજ અને બીજી બાજુ નાની દીકરીઓ વચ્ચે સુમેળ કરી બન્ને પ્રત્યે વફાદારીપૂર્વક ફરજ નિભાવી તેમના પિતા નિવૃત્ત જમાદાર પોલીસ ડિપાર્ટમેન્ટ, ભાઈ પોલીસ ડિપાર્ટમેન્ટમાં એએસઆઈ તેમનું પોસ્ટિંગ કોડીનાર પોલીસ સ્ટેશન તેમના દાદા નિવૃત્ત જમાદાર તેમના પતિ મંજૂર એસ.ગાહા એડવોકેટ, સલમાબેન સુમરાએ જાણકારોના મતે અગાઉ ૨૦૧૬ પહેલા તલાટીમંત્રી તરીકે, કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષક તરીકે, બેંકમાં, ગુજરાત ગવર્મેન્ટ ટીચર આમ એક સાથે આટલા ઓર્ડર આવેલ હતા તેમાં પીએસઆઇ તરીકે સેવા કરવાનું પસંદ કરેલ. શિક્ષિકા તરીકે પણ ફરજ બજાવેલ છે તેઓએ સાવરકુંડલા સ્કૂલમાં એક ટીચર તરીકે પણ સફળ કામગીરી કરેલ છે
પીએસઆઇ તરીકે તેમનો સિલેક્શન ૨૦૧૬ માં થયેલ છે.પીએસઆઇ તરીકે પહેલું પોસ્ટિંગ ભાવનગર જિલ્લામાં થયેલ હતૂ. ભાવનગર જિલ્લાના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવેલ છે.જેસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવેલ છે. મહુવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવેલ છે. જુનાગઢ જિલ્લામાં ૨૦૨૨માં તેમની બદલી થયેલ છે
જૂનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશનમાં અઢી વર્ષ જેટલો સમય તમને ફરજ બજાવે છે. ત્યારબાદમાળીયાહાટીના પોલીસ સ્ટેશનમાં હાલ ફરજ બજાવે છે.
(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
