<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

સોમવારે જામજોધપુરના ધ્રાફામાં પૂ. ૧૦૦૮ માધવાનંદજી સ્‍વામીની નિર્વાણતિથી

ધુન, જન, સત્‍સંગ, ગૂરૂપૂજન વિધી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો

રાજકોટ,તા.૮ : જામનગર જીલ્લના જામજોધપુર તાલુકાના ધ્રાફામાં આવેલ પાનેલી દરવાજે સ્‍થિત શ્રી નથુરામ શર્મા આશ્રમે તા. ૯ અને ૧૦ના ૨ દિવસીય પ.પૂ. ૧૦૦૮ શ્રી માધવાનંદજી સ્‍વામીની ૪૦મી નિર્વાણતિથી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે.

પરમ પૂજ્‍ય ગૂરૂદેવ શ્રી શ્રી ૧૦૦૮ પ્રાતઃ સંત શિરોમણી ‘‘ બ્રહ્મલીન શ્રી માધવાનંદજી બાપુ''ની ૪૦ (ચાલીસ)મી તીથી નિર્વાણદીન નિમિત્તે ધ્રાફા મુકામે ગુરૂપુજન ૧૦-૦૩-૨૦૨૫ને સોમવારના  દિવસે રાખેલ છે. ગુરૂભાઇઓએ તા. ૧૦-૦૩-૨૦૨૫ને સોમવારના રોજ વહેલાસર પધારવા જણાવ્‍યું છે.

ધુન ભજન સત્‍સંગ તા. ૯ ના રાત્રે ૯ કલાકે, ગુરૂપૂજન વિધિ સોમવાર તા. ૧૦નાં સવારે ૯:૩૦ કલાકે, મહાપ્રસાદ સોમવાર તા.૧૦નાં બપોરે ૧૨ કલાકે રાખેલ છે.

મહાપ્રસાદ શુભ સ્‍થળ શ્રી નથુરામ શર્મા આશ્રમ- પાનેલી દરવાજે,મું. ધ્રાફા, તા. જામજોધપુર છે.

ભાવિકોને જાડેજા સહદેવસિંહ પ્રભાતસિંહ-ધ્રાફા મો. ૯૮૯૮૮૮૫૩૦૭ સોની ઘેલાભાઇ કારાભાઇ-જામજોધપુર મો. ૯૯૨૫૮ ૭૮૩૩૧ ઠા. પ્રભુદાસ દેવરાજ સવજીયાણી-જામજોધપુર. શ્રી ગીતા સત્‍સંગ મંડળ ધ્રાફાએ નિમંત્રણઅ પાઠવ્‍યુ છે.

(11:31 AM IST)