<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

થાનગઢના ગોડાઉનમાં મગફળી સળગી જવાની ઘટનામાં ત્રણ અધિકારીને આજે ચોટીલા SDM કોર્ટમાં હાજર રહેવા સમન્સ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૧૦ :  થાનગઢ ખાતેના ગોડાઉનમાં સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશનમાં ટેકાના ભાવની કરેલી મગફ્ળીની ખરીદી કરી રાખેલા જથ્થામાં આગ લાગતા લાખો રૃપિયાનો જથ્થો સળગી જતા થાનગઢ મામલતદાર દ્વારા ખેતીવાડી અધિકારી, ગોડાઉન મેનેજર પાસે વારંવાર જરુરી કાગળો પુરાવા માંગવા છતાંય પુરા નહી પાડતા ડેપ્યુટી કલેકટર ચોટીલાએ ત્રણેય અધિકારીને સમન્સ પાઠવતા દોડધામ મચી ગઈ છે.  વિગતો અનુસાર ટેકાના ભાવે થતી ખરીદીમાં ગુણવતા વગરનો કે સસ્તો માલ ખરીદી કરી ગેરરીતિ થતી હોય છે.ત્યારે થાનગઢના સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પો.ના ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદી કરેલે મગફ્ળી ભરેલી હતી એ ગોડાઉનમાં અચાનક આગ લાગતા લાખો રૃપિયાની મગફ્ળી સળગી ગઈ હતી.ત્યારે ખરેખર કેટલી મગફ્ળી હતી ક્યાંથી કોની ખરીદાઈ હતી અને ગોડાઉન મામલે યોગ્ય તપાસ થઈ શકે એ માટે ચોટીલા ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણા દ્વારા રાત દિવસ હાજર રહી તપાસ ચાલુ કરી છે.ત્યારે સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પો.ના રીઝનલ મેનેજર નવકારાસુ,થાનગઢ ગોડાઉન મેનેજર યાંગલીસેન્સ અને સુરેન્દ્રનગર ખેતીવાડી અધિકારી મુકેશભાઈ પરમાર પાસે થાનગઢ મામલતદાર દ્વારા વારંવાર દસ્તાવેજો જરુરી પુરાવા રજૂ કરવા જણાવવા છતાંય આ કોન્ફ્ડિેન્સીઅલ હોવાનું બહાનું બતાવી રજૂ કરતા નહીં હોવાથી ચોટીલા ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણાએ લાલ આંખ કરી આ ત્રણેય અધિકારીને તા. ૧૦મી માર્ચને સોમવારે ચોટીલા એસડીએમ કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવેલ છે. જો હાજર નહી રહે તો ધરપકડ વોરંટ અને જડતી વોરંટ કાઢવાની પણ કાર્યવાહી કરવા જણાવાયું છે. આમ મામલતદાર દ્વારા વારંવાર જરુરી પુરાવા રજૂ કરવાનું જણાવવા છતાંય નહી અપાતા હોવાથી આગકાંડમાં મોટાપાયે કોઇ આશંકા સેવાઈ રહી છે.

(11:15 AM IST)