<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

અજરામર ધામનું ર૧ એકરમાં નિર્માણ : ખનન વિધિ

અમદાવાદ-લીંબડી નેશનલ હાઇવે ખાતે લીંબડી અજરામર સંપ્રદાય દ્વારા પૂ. ગચ્‍છાધિપતિ આ.તી.શ્રી ભાવચંદ્રજી સ્‍વામી, પૂ. ભાસ્‍કરજી સ્‍વામી, ડો.મુનિશ્રી નિરંજનચંદ્ર સ્‍વામી, પૂ. મુનિશ્રી આગમચંદ્રજી સ્‍વામી એવમ સાધ્‍વીજી ભગવંતોની નિશ્રા

વઢવાણ , તા., ૧૦ : અમદાવાદ-લીંબડી નેશનલ હાઈવે પર શ્રી સ્‍થાનકવાસી છ કોટિ જૈન, લીંબડી અજરામર સંપ્રદાય દ્વારા નવું અજરામર ધામ બનાવવામાં આવશે. આ ધામનું નિર્માણ મિલન જીનીંગ મીલની બાજુમાં અને હરે કળષ્‍ણા પેટ્રોલ પંપની સામે થશે.

આજે ૧૦ માર્ચે સોમવારે યોજાનારી ખનન વિધિમાં પૂ. ગચ્‍છાધિપતિ આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્‍વામી મુખ્‍ય આશીર્વાદ પ્રદાતા તરીકે ઉપસ્‍થિત રહેલ. આ પ્રસંગે પૂ. વરિષ્ઠ ગુરુદેવ શ્રી ભાસ્‍કરજી સ્‍વામી, ડો. મુનિ શ્રી નિરંજનચંદ્રજી સ્‍વામી અને મુનિ શ્રી આગમચંદ્રજી સ્‍વામી સહિતના સાધુ-સાધ્‍વીઓએ પણ નિશ્રા પ્રદાન કરી હતી.

પાંચ વર્ષ પહેલા આચાર્ય ગુરુદેવશ્રીના આશીર્વાદથી ૨૧ એકર જમીન પ્રાપ્ત કરવામાં આવી હતી. કોરોનાને કારણે કામ અટકી ગયું હતું. હવે અજરામર ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ દ્વારા આધુનિક સુવિધાઓ સાથે આ સંકુલનું નિર્માણ કરવામાં આવશે. આ ધામ ચતુર્વિધ સંઘ માટે સાધના અને આરાધનાનું કેન્‍દ્ર બનશે.

અજરામરધામ એટલે પૂ. ગચ્‍છાધિપતિ આચાર્ય ભગવંતશ્રીએ વર્ષોથી સેવેલ એક સ્‍વપ્ન અને દૃઢ સંકલ્‍પ.અમદાવાદ-લીંબડી નેશનલ હાઇવે ટચ, પ્રાઇમ લોકેશન, લીંબડીથી માત્ર અઢી કી.મી. દૂર બનતું ૨૧ એકરનું એક વિશાળ અને ભવ્‍ય સંકુલ. અજરામર ગુરુભક્‍તો અને તમામ જૈનો-ચતુર્વિધ સંઘ માટે એક દિવ્‍ય નજરાણુ બની રહેશે.

 ૨૧ એકર જમીનમાંથી પ્રથમ ચરણમાં અંદાજિત ૬ એકર જમીનને ડેવલપ કરવામાં આવશે.  જ્‍યાં દરેક આવનાર પૂ. સંતો આ ઉપાશ્રયમાં રહી સંયમમાર્ગની ઉપાસના, આત્‍મસાધના, આગમ સ્‍વાધ્‍યાય વગેરે કરશે. વ્‍યાખ્‍યાન વંચાશે. શ્રાવકો પણ ધર્મઆરાધના, સામાયિક, પ્રતિક્રમણ પૌષધ વગેરે કરી શકશે.

વૈયવૈચ્‍ય કેન્‍દ્ર શ્રમણી વિહાર ધામમાં  પૂ. સાધ્‍વીજીઓ અહીં નિઃસંકોચ રહી સાધના-ઉપાસના કરશે, વળદ્ધાવસ્‍થા અથવા બિમારીના કારણે સ્‍થિરવાસ પણ રહી શકશે. અહીં એમની યોગ્‍ય રીતે વૈયાવચ્‍ચ-સુશ્રૂષા કરવામાં આવશે.

યાત્રિક ભવન (સેનેટોરીયમ) માં અદ્યતન સુવિધા સાથેની રૂમોમાં ધર્મપ્રવાસે આવેલા જૈનબંધુઓ અહીં ઉતરી શકશે તથા નેચરોપથી સેન્‍ટરમાં આરોગ્‍ય હેતુ આવેલા શ્રાવકો પણ લાભ લેશે તેમજ ચાતુર્માસ, ઉપધાન, શિબિરો વગેરેના આયોજન હેઠળ આ ભવનનો સદુપયોગ કરવામાં આવશે.

ભરત ચક્રવર્તી ભોજનશાળામાં જ્‍યાં શુદ્ધ, સાત્‍વિક અને સ્‍વાદિષ્ટ ભોજન બારેમાસ પીરસાશે. હજારો સાધર્મિકો આખા વર્ષ દરમ્‍યાન ભોજન ગ્રહણ કરી સંતુષ્ટ થશે.

વિવિધલક્ષી ૫,૦૦૦ ફૂટનો વિશાળ હોલ, જ્‍યાં શિબિર, ઉપધાન વગેરેના પ્રવચનો, સમ્‍મેલનો અને વિવિધ કાર્યક્રમો યોજાશે. તેમજ ઓફીસ, કોન્‍ફરન્‍સ રૂમ, વિશાળ નેચરોપથી સેન્‍ટર, એમ્‍ફીથીયેટર વગેરે પહેલા ચરણમાં કરવામાં આવશે.

(11:41 AM IST)