News of Monday, 10th March 2025
પાટડીના સવલાસ ગામે પાણીના વલખાં શરૂ

વઢવાણ, તા. ૧૦ : પાટડી તાલુકાના સવલાસ ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ઉનાળાની શરૂઆતમાં જ ગામ લોકો પાણીની એક-એક બૂંદ માટે વલખાં મારી રહ્યા છે
ગામના પુનાસર વિસ્તારમાં તંત્ર દ્વારા લાંબા સમયથી નિયમિત પાણી પુરવઠો પૂરો પાડવામાં આવતો નથી. સ્થાનિક રહીશોને પોતાના ખર્ચે ટેન્કર મંગાવવા પડે છે. મહિલાઓને ભર બપોરે ધોમધખતા તાપમાં પાણી માટે ભટકવું પડે છે. આヘર્યની વાત એ છે કે સુરેન્દ્રનગર જિલ્લો નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ મેળવનાર જિલ્લો છે. દસાડા તાલુકાના ૮૯ ગામોમાંથી ૮૭ ગામોમાં નર્મદાનું પાણી પહોંચ્યું હોવાનો તંત્ર દાવો કરે છે. છતાં સવલાસ ગામની સ્થિતિ કફોડી છે.
સ્થાનિક રહીશોએ અનેક વખત રજૂઆત કરી છે. હવે તેમણે પાટડીના નાયબ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપી છે. હાલ ઉનાળાની શરૂઆત છે, આગામી દિવસોમાં આ સમસ્યા વધુ વિકટ બની શકે છે.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
