<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

ઝાલાવડમાં વર્ષની પહેલી લોક અદાલતમાં ૯૬૫૯ કેસનો નિકાલ

સ્‍પેશિયલ સિટિંગના ૨૭૫૦, પેન્‍ડિંગ ૯૧૩ કેસનો નિકાલ કરાયો

વઢવાણ,તા.૧૦ : સુરેન્‍દ્રનગર જિલ્લા અને તાલુકા મથકોએ શનિવારના રોજ વર્ષની પહેલી લોકઅદાલતોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ફોજદારી સમાધાન લાયક કેસો, ક્‍લેઇમને લગતા કેસો, લગ્ન વિષયક, મજૂર કાયદા, જમીન સંપાદન, ઇલેક્‍ટ્રિસિટી, પાણીના બિલો, રેવન્‍યુ કેસો, દીવાની પ્રકારના કેસો અન્‍ય સમાધાન લાયક કેસો હાથ પર લઇ ૯૬૫૯ કેસનો નિકાલ કરાયો હતો.

 જેમાં મુખ્‍ય ન્‍યાયાધિશ એલ.એસ.પીરઝાદાના માર્ગદર્શનમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફુલટાઇમ સેક્રેટરી ડી.ડી. શાહ સહિત ટીમે પ્રયાસ હાથ ધર્યા હતા. આ અંગે ડી.ડી. શાહે જણાવ્‍યું કે લોકઅદાલતમાં કેસો મૂકવાથી બન્ને પક્ષની જીત થાય છે કોઇ એક પક્ષને હાર કે જીત થતી નથી.

 જિલ્લાભરની કોર્ટમાં સમાધાન પાત્ર ફોજદારી કેસો, મોટર એક્‍સિડન્‍ટ ક્‍લેઇમ પિટિશન, નેગોશિયેબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એક્‍ટની કલમ ૧૩૮ના, ચેક રિટર્નના કેસો કેસો તથા અન્‍ય પ્રકારના કેસો મૂકવામાં આવ્‍યા હતા. જેમાં લોકઅદાલતના ૬૨૯૭ કેસ હાથ પર લઇ ૫૯૮૧નો નિકાલ કરી રૂ.૧૩૯૮૭૫૮૯ રકમનું સેટલમેન્‍ટ કરાયું હતું. જ્‍યારે સ્‍પેશિયલ સિટિંગના ૨૮૭૯ કેસ હાથ ધરાતા ૨૭૫૦ નિકાલ કરાયો હતો. પેન્‍ડિંગ કેસો ૯૭૪ હાથ પર લઇ ૯૧૩નો નિકાલ કરી રૂ.૨૭૨૯૫૭૬૧૫ રકમનું સેટલમેન્‍ટ કરાયું હતું. ફેમિલી કોર્ટના ૨૫ કેસ હાથ પર લઇ ૧૫નો નિકાલ કરાયો હતો. આમ કુલ ૧૦૧૭૫ કેસ હાથ પર લઇ ૯૬૫૯નો નિકાલ કરી રૂ.૨૮૬,૯૪૫,૨૦૪ રકમનું સમાધાન કરવામાં આવ્‍યું હતું.

(12:22 PM IST)