News of Monday, 10th March 2025
દસાડા તાલુકામાં શિક્ષકની આત્મહત્યાના કેસમાં નવો વળાંકઃ હાઈકોર્ટે આરોપી પત્ની અને સાસુ-સસરાની ધરપકડ પર સ્ટે આપ્યો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૧૦ : પાટડીમાં રહેતા શિક્ષક મનોજ પરમારે ૨૪ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ બજાણા-પીપળી રેલવે લાઈન નજીક ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી. મળતકના પરિવારે પત્ની અને સાસુ-સસરા સામે માનસિક ત્રાસના આરોપ સાથે બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
કપરાડા તાલુકાના મોટી પલસાણ ગામે શિક્ષિકા તરીકે ફરજ બજાવતી મળતકની પત્નીએ આ આરોપો ફગાવ્યાં હતા. તેણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે તેમની ધરપકડ પર સ્ટે આપ્યો છે. જોકે, કેસની તપાસ ચાલુ રહેશે. આરોપી પક્ષે ફરિયાદ રદ કરવા માટે પણ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. મહત્વની વાત એ છે કે, મળતકની પત્નીએ ૧૯ નવેમ્બર ૨૦૨૪ના રોજ ધરમપુર પોલીસ મથકે લેખિત અરજી આપી હતી. તેમાં જણાવ્યું હતું કે, મનોજની માનસિક સ્થિતિ યોગ્ય ન હતી. તેની પાટણમાં સારવાર ચાલી રહી હતી. તેને નશો કરવાની કુટેવ હતી. દેવું થયું હતું અને અન્યસ્ત્રી સાથે સંબંધો હતા. મનોજે અગાઉ આત્મહત્યાની ધમકી પણ આપી હતી.
હાલ પરિણીતા અને તેના માતા-પિતા નિર્દોષ હોવાનું અને ખોટી રીતે ફરિયાદમાં નામ દાખલ કરી સામાજિક બદનામી કરી હોવાનું પરિણિતા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. જ્યારે હાઇકોર્ટ દ્વારા ધરપકડથી સ્ટે આપવામાં આવ્યો છે. પરંતુ નોંધાયેલા ગુના બાબતે તપાસ ચાલુ રહેશે તેવું પણ સામે આવ્યું છે. જો કે, ફરિયાદ રદ્દ થાય તે માટે હાઇકોર્ટમાં અરજી પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
